ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ઓગસ્ટમાં ફરી હોમ લોન સસ્તી થશે! RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આપ્યા સંકેત

બિઝનેસ / ઓગસ્ટમાં ફરી હોમ લોન સસ્તી થશે! RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આપ્યા સંકેત

Published By: Priykant Shrimali

Last Updated: 05:54 PM, 15 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI Rates Cut : સેન્ટ્રલ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC) જો જરૂરી લાગે તો આ વર્ષે વ્યાજ દરમાં ઘટાડો કરી શકે, સેન્ટ્રલ બેંક તટસ્થ વલણ અપનાવી રહી છે જેનો અર્થ છે કે, તે કોઈપણ દિશામાં જઈ શકે

ADVERTISEMENT

RBI Rates Cut : દેશના ગ્રાહકો જે સતત સસ્તા કરની રાહ જોઈ રહ્યા છે તેમને ટૂંક સમયમાં સારા સમાચાર મળી શકે છે. RBI ગવર્નરે આ સંકેત આપ્યો છે. વાસ્તવમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, વ્યાજ દરમાં વધુ ઘટાડો થવાની શક્યતા નકારી શકાય નહીં. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ 15 જુલાઈના રોજ કહ્યું હતું કે, સેન્ટ્રલ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC) જો જરૂરી લાગે તો આ વર્ષે વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. મલ્હોત્રાએ કહ્યું કે, સેન્ટ્રલ બેંક તટસ્થ વલણ અપનાવી રહી છે જેનો અર્થ છે કે, તે કોઈપણ દિશામાં જઈ શકે છે. RBI ગવર્નરે કહ્યું કે 'તટસ્થ' વલણ તેમને ઉપર કે નીચે જવાની સુગમતા આપે છે. તેમણે કહ્યું કે, સેન્ટ્રલ બેંક તેના અંદાજો જાહેર કરવા માટે એપ્રિલ-જૂન ક્વાર્ટરના નીચા ફુગાવાના ડેટાનું મૂલ્યાંકન કરશે.

આ સાથે RBI ગવર્નરે કહ્યું કે 'અમે તટસ્થ વલણ અપનાવી રહ્યા છીએ, જેનો અર્થ એ છે કે આપણે ફક્ત વર્તમાન ડેટાના આધારે જ નહીં પરંતુ ભવિષ્યના આધારે પણ કોઈપણ દિશામાં આગળ વધી શકીએ છીએ.' નોંધનીય છે કે, આ વાત એવા સમયે પ્રકાશમાં આવી છે જ્યારે ઘણા વિશ્લેષકોએ આશા વ્યક્ત કરી હતી કે, જૂનમાં અપેક્ષિત કરતાં વધુ 50 બેસિસ પોઈન્ટના ઘટાડા પછી RBI MPC હાલમાં દરોમાં ઘટાડો કરશે નહીં. RBI ગવર્નરે કહ્યું હતું કે MPC બદલાતી પરિસ્થિતિઓને ધ્યાનમાં લેશે અને પછી નક્કી કરશે કે, અર્થતંત્રને ખરેખર કયા પ્રકારના દર અને નીતિની જરૂર છે. જો ફુગાવો ઓછો હોય, આગાહી ઓછી હોય, વૃદ્ધિ ઓછી હોય, તો ચોક્કસપણે દરોમાં ઘટાડો કરી શકાય છે.' તેમણે એમ પણ કહ્યું કે, કેન્દ્રીય બેંકે હવે રાહ જોવી પડશે.

વ્યાજ દરમાં ઘટાડો શક્ય

આ સાથે વ્યાજ દરમાં ઘટાડો કરવાનાં કારણ અંગે મલ્હોત્રાએ કહ્યું કે, તે ફુગાવા અને વૃદ્ધિના ડેટાનું મિશ્રણ હશે સાથે ભાવ સ્થિરતા પર પણ ભાર મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જૂનમાં ભારતનો જથ્થાબંધ ફુગાવો -0.13 ટકાના 20 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો હતો જ્યારે 14 જુલાઈના રોજ જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે કે, તે પાછલા મહિનામાં 14 મહિનાના નીચલા સ્તરે 0.4 ટકા પર આવી ગયો હતો. આ સતત ત્રીજો મહિનો છે જ્યારે તે 1 ટકાથી નીચે રહ્યો છે.

આ પણ વાંચો : બિટકોઇને કરાવી તાબડતોડ કમાણી, તો IT રિટર્નને અપડેટ કરાવી દેજો, નહીંતર...!

જૂનમાં રેપો રેટમાં ૫૦ બેસિસ પોઈન્ટનો ઘટાડો

ભારતીય રિઝર્વ બેંકે જૂનમાં MPCના રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ફેબ્રુઆરી અને એપ્રિલમાં સતત 25 બેસિસ પોઈન્ટના ઘટાડા બાદ આ મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ CRRમાં 100 બેસિસ પોઈન્ટનો ઘટાડો પણ જાહેર કર્યો હતો જે 6 સપ્ટેમ્બર, 4 ઓક્ટોબર, 1 નવેમ્બર અને 29 નવેમ્બરથી 25 બેસિસ પોઈન્ટના ચાર સમાન હપ્તામાં લાગુ કરવામાં આવશે. RBI MPCની આગામી બેઠક 4 ઓગસ્ટથી 6 ઓગસ્ટ દરમિયાન યોજાશે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RBI Monetary Policy Committee Interest Rate Cut

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ