આવતીકાલે 26 ફેબ્રુઆરી 2026 ના રોજ બુધ કુંભ રાશિમાં વક્રી થશે અને 21માર્ચ, 2026 સુધી તે વક્રી રહેશે. આ સમય દરમિયાન કુંભ રાશિમાં બુધની સાથે સૂર્ય, શનિ, શુક્ર, મંગળ અને રાહુ જેવા ગ્રહોની હાજરી ઊર્જાને વધુ જટિલ બનાવી શકે છે. ગુરુ પણ મિથુન રાશિમાં વક્રી છે, જે તેની અસરને વધુ તીવ્ર બનાવે છે. હવે આવો જોઈએ કે મિથુન, કન્યા અને ધનુ રાશિ માટે બુધ કયા ઘર પર પ્રભાવ પાડશે અને તે ઘર કયા પાસાઓનું પ્રતિનિધિત્વ કરે છે.
બુધ ક્યારે થશે વક્રી
હાલમાં, બુધ શનિની રાશિમાં છે અને 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ બપોરે 12:17 વાગ્યે કુંભ રાશિમાં વક્રી (વિપરીત ગતિ) થશે. બુધ 21 માર્ચ, 2026 સુધી વક્રી રહેશે. જ્યોતિષ માન્યતા અનુસાર, જ્યારે બુધ વક્રી હોય છે, ત્યારે વાતચીત, નિર્ણયો, વ્યવસાય, તકનીકી કાર્ય અને દસ્તાવેજો સંબંધિત બાબતોમાં મૂંઝવણ અથવા અવરોધ આવી શકે છે.
આ રાશિના જાતકો વિશેષ સાવધાની રાખવીઃ
મિથુન રાશિ
- બુધ ગ્રહની સ્થિતિઃ કુંભ રાશિ મિથુન રાશિથી નવમા ભાવમાં આવે છે.
- નવમું ભાવનું કારકઃ ધર્મ, ઉચ્ચ શિક્ષણ, ગુરુ, લાંબા અંતરની મુસાફરી, સિદ્ધાંતો અને સૌભાગ્ય.
- સાવધાની: મહત્વપૂર્ણ નિર્ણયો કાળજીપૂર્વક લો. મુસાફરી કરતી વખતે અને કાનૂની બાબતોમાં ખાસ કાળજી રાખો.
સંભવિત અસરઃ
- ભાગ્યની બાબતોમાં તમને ઉતાર-ચઢાવનો અનુભવ થઈ શકે છે.
- ઉચ્ચ શિક્ષણ અથવા વિદેશની યોજનાઓમાં વિલંબ થઈ શકે છે.
- પિતા અથવા ગુરુ જેવી વ્યક્તિ સાથે મતભેદ શક્ય છે.
- ગુરુ પણ મિથુન રાશિમાં વક્રી હોવાથી, વિચારધારા અને નિર્ણય લેવામાં સંઘર્ષ થઈ શકે છે.
કન્યા રાશિ
- બુધ ગ્રહની સ્થિતિઃ કુંભ રાશિ મિથુન રાશિથી છઠ્ઠામા ભાવમાં આવે છે.
- છઠ્ઠા ભાવનું કારકઃ રોગ, દેવું, દુશ્મનો, સ્પર્ધા, રોજિંદા કામ, નોકરી.
- સાવધાનીઃ મહત્વપૂર્ણ નિર્ણય સમજી-વિચારીને લો. યાત્રા અને કાયદાકીય બાબતોમાં વિશેષ ધ્યાન રાખો.
સંભવિત અસરો:
- તમારા ભાગ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.
- ઉચ્ચ શિક્ષણ અથવા વિદેશની યોજનાઓમાં વિલંબ.
- પિતા અથવા ગુરુ જેવી વ્યક્તિ સાથે મતભેદ શક્ય છે.
- ગુરુ પણ મિથુન રાશિમાં વક્રી હોવાથી, વિચારધારા અને નિર્ણય લેવાની સ્થિતિમાં દ્વંદ થઈ શકે છે.
- આધ્યાત્મિક અથવા દાર્શનિક વિચારસરણીમાં પરિવર્તન શક્ય છે.
આ પણ વાંચોઃ કર્મફળ દાતા શનિદેવ અને યમરાજ કેમ પહેરે છે કાળા વસ્ત્ર?
ધનુ રાશિ
- બુધ ગ્રહની સ્થિતિઃ કુંભ રાશિ મિથુન રાશિથી ત્રીજા ભાવમાં આવે છે.
- ત્રીજા ભાવનું કારકઃ હિંમત, વાતચીત, નાના ભાઈ-બહેનો, ટૂંકી મુસાફરી, મીડિયા, લેખન, પ્રયત્ન.
- સાવધાનીઃ તમારા વાત-ચીતમાં સ્પષ્ટતા રાખો. ડિજિટલ ડેટા અને દસ્તાવેજો સુરક્ષિત રાખો.
સંભવિત અસરોઃ
- મૂંઝવણ કે ગેરસમજ થવાની શક્યતા છે.
- ભાઈ-બહેનો સાથે મતભેદ.
- ટૂંકી યાત્રાઓમાં વિક્ષેપો અથવા વિલંબ.
- માર્કેટિંગ, મીડિયા અથવા લેખન સાથે સંકળાયેલા લોકોએ વધારાની સાવધાની રાખવાની જરૂર છે.
શું ધ્યાન રાખવું?
- બુધ વક્રી દરમિયાન ધીરજ અને સંયમ જરૂરી છે.
- તમારા નિર્ણયો લેતા પહેલા બે વાર તપાસો.
- ઉતાવળ અને ગુસ્સો ટાળો.
- સકારાત્મક વિચારસરણી અને શાંત વર્તન તમને આ સમયને સરળતાથી પાર કરવામાં મદદ કરી શકે છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.