ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટના સમાચાર / લાંચ કેસના નિયમમાં ફેરફાર: જાણો હવેથી કેટલા વર્ષમાં પોલીસકર્મી નોકરીએ પરત ફરી શકશે
Last Updated: 01:54 PM, 16 November 2024
ADVERTISEMENT
લાંચના કેસમાં પોલીસકર્મી એક વર્ષમાં જ નોકરીએ પરત ફરી શકશે. સરકારે 20 વર્ષ જૂના નિયમમાં ફેરફાર કરીને પરિપત્ર જાહેર કર્યો છે. નવા નિયમ મુજબ ગૃહવિભાગ દ્વારા સમીક્ષા કરીને પોલીસકર્મીને પરત લેવાશે. લાંચ લેનાર પોલીસકર્મીને 2 વર્ષ સુધી ફરજ પર ન લેવાની જૂની જોગવાઈ હતી.
ADVERTISEMENT

તપાસ અધિકારીએ કોર્ટમાં તહેમતનામુ મુક્યુ હોય તેવા કિસ્સામાં આ નિયમ લાગુ પડશે. અગાઉ 2004ના ઠરાવની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે.
ADVERTISEMENT
પરિપત્ર અહી જુઓ
ADVERTISEMENT
નોધનીય છે કે ગુજરાતમાં લાંચીયા પોલીસકર્મીઓની સામે કાર્યવાહી માટે એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવતી હોય છે. પ્રોહિબિશન સહિતના વિવિધ ગુનાના કથિત આરોપીઓને માર નહીં મારવા અને વધુ રિમાન્ડ નહીં માંગવા, બુટલેગર પાસે લાંચની માગણી સહિતની રાવ ઉઠતા અનેક લોકો એ.સી.બી માં ફરીયાદ કરતા હોય છે. ત્યારે એસીબી દ્વારા લાંચીયા પોલીસકર્મીઓ સામે ટ્રેપ ગોઠવી ઝડપી લેવામાં આવે છે. અને તેમની સામે વધુ કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ સંતાનોને સાચવજો! રાજકોટમાં 4 વર્ષના બાળકે રમતા-રમતા મોતી નાકમાં નાખી દીધું, માંડ-માંડ બહાર કઢાયું
ઘણીવાર પોલીસ રેડ પાડતી હોય છે તેમાં પણ આરોપી તરીકે સામેલ નહી કરવા લાંચની માંગણી કરતા હોય છે. લાંચ લઇને અનેક પોલીસકર્મીઓ કરોડોના આસામી બની ગયા હોવાની વાત પણ ચર્ચાતી જોવા મળતી હોય છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો