ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / મુંબઈ / bollywood actor sanjay dutt admitted in leelavati hospital in mumbai

બ્રેકિંગ / બૉલીવુડ સ્ટાર સંજય દત્ત મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ, કોરોના ટેસ્ટ પણ થયો

Published By: vtvAdmin

Last Updated: 10:20 PM, 8 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ સ્ટાર સંજય દત્તને લઈને મોટા સમાચાર આવી રહ્યાં છે. અભિનેતાને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદ હતી જેના પગલે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

બોલીવુડ અભિનેતા સંજય દત્તને મોડી રાતે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદને પગલે મુંબઈની જાણીતી લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જો કે તેને નોન-કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેનો કોરોનાનો રેપિડ ટેસ્ટ પણ નેગેટિવ હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. 

ઉલ્લેખનીય છે કે હોસ્પિટલના સૂત્રો તરફથી માહિતી મળી હતી કે સંજય દત્તની હેલ્થ અત્યારે હાલ સારી છે પરંતુ મેડિકલ ઓબ્ઝર્વેશન માટે હજુ તે હોસ્પિટલમાં જ દાખલ રહેશે. અભિનેતાએ શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. 

સંજય દત્તનો કોરોના રેપિડ એન્ટિજન ટેસ્ટ થયો હતો જે નેગેટિવ આવ્યો હતો અને ત્યાર બાદ તેનો સ્વૉબ ટેસ્ટ (નાક અને ગળામાંથી) પણ કરવામાં આવ્યો હતો. જો બધુ ઠીક રહ્યું તો ડૉક્ટર અનુસાર તેને કાલે ડિસ્ચાર્જ કરી દેવાશે. 

ઉલ્લેખનીય છે કે સંજય દત્ત આ કોરોના અને લૉકડાઉન સમયે પરિવારથી દૂર રહે છે. લૉકડાઉન દરમ્યાન માન્યતા દત્ત જ બંને બાળકો સાથે રહી તેમનું ધ્યાન રાખી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus Mumbai Sanjay Dutt સંજય દત્ત Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ