ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ચૂંટણી 2019 / Bjp Releases List Of Two candidate name For Gujarat Rajya Sabha By election

ચૂંટણી / આજે જ પાર્ટીમાં જોડાયા અને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા

Published By: vtvAdmin

Last Updated: 10:14 PM, 24 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત રાજ્યસભાની પેટા ચૂંટણી આગામી 5 જુલાઈના રોજ યોજાવાની છે. રાજ્યસભાની પેટાચૂંટણી માટે 25 જૂન ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. ત્યારે ગુજરાત રાજ્યસભાની 2 બેઠકો માટે ભાજપે સત્તાવાર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

ADVERTISEMENT

જેમાં ભાજપ દ્વારા એક બેઠક માટે વિદેશ મંત્રી એસ. જ્યશંકર અને બીજી બેઠક માટે જુગલ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને બંને ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા. મહત્વનું છે કે ભાજપના બંને ઉમેદવારો મંગળવારે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે.

જેને લઈને વિદેશ મંત્રી એસ. જયશંકર સોમવારે ગુજરાત પહોંચ્યા હતા. અમદાવાદમાં ભાજપના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યસભાની ચૂંટણી માટે એસ.જયશંકર ફોર્મ ભરશે. મહત્વનું છે કે એસ. જયશંકર ભાજપના કાર્યકરી જેપી નડ્ડાની હાજરીમાં આજે જ સત્તાવારરીતે ભાજપમાં જોડાયા છે. ત્યારે આજે જ ભાજપે તેમને રાજ્યસભાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપે એક બેઠક વિદેશ મંત્રી એસ. જય શંકરને આપી છે. ત્યારે કોણ છે એસ. જયશંકર? 

મહત્વનું છે કે, સુબ્રમણ્યમ જયશંકરનો જન્મ ૯ જાન્યુઆરી 1955માં નવી દિલ્હીમાં થયો હતો. તેઓ ઈતિહાસકાર સંજય સુબ્રમણ્યમના ભાઈ છે. એસ. જયશંકરના બે દીકરા અને એક દીકરી છે. તો હાલ એસ.જયશંકર મોદી સરકાર ભાગ-૨માં વિદેશમંત્રી તરીકે કાર્યભાર સંભાળે છે. તો વર્ષ 2015માં દેશના વિદેશ સચિવ બન્યા બાદ મોદી સરકારની ઘણી બધી વિદેશનીતિમાં તેમની મહત્વની ભૂમિકા રહી ચૂકી છે. જોકે તેમને શપથ લીધાના છ મહીનાની અંદર સંસદના કોઇ પણ સદનનું સભ્ય હોવું ફરજીયાત છે.

બીજી બેઠક માટે જુગલ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કોણ છે જુગલ ઠાકોર?

તેમનું પુરૂનામ જુગલ મથુરજી ઠાકોર છે, ઉર્ફે જુગલ લોખંડવાલા તરીકે ઓળખાય છે. જુગલના પિતા મથુરજી ઠાકોરએ ઠાકોર સમાજમાં શેઠ તરીકે ઓળખાતા હતા. તેઓ ઠાકોર સમાજમાં ભામાંશા તરીકે ઓળખાય છે. ગત લોકસભામાં જુગલ ઠાકોરે પાટણ લોકસભાની ભાજપની ટિકિટ માંગી હતી. તેઓ અત્યાર સુધી એક પણ ચૂંટણી લડ્યા નથી. પાટણ લોકસભા ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીની પાટણ સભા વખતે નરેન્દ્ર મોદીને હેલિપેડ પર આવકારવાની જવાબદારી જુગલ ઠાકોરને અપાઈ હતી.

જણાવી દઇએ કે ચૂંટણીપંચે બિહાર, ઓડિસા અને ગુજરાતની રાજ્યસભાની છ ખાલી બેઠકો માટે 5 જુલાઇએ મતદાનનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની લોકસભામાં ચૂંટણી જીતતા ગુજરાતની ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકો પણ આમાં સામેલ છે.

સંકળાયેલા મુદ્દાઓ

BJP Rajya Sabha election S Jaishankar gujarat jugal thakor Rajya Sabha election

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ