ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બીજી દીકરીના જન્મ પર મળશે 5100 રૂ.ની સહાય સાથે સન્માન, ગુજરાતના કયા સમાજે કરી જાહેરાત?
Last Updated: 01:47 PM, 17 November 2026
ADVERTISEMENT
બનાસકાંઠામાં દીકરીઓની અછત મુદ્દે ચૌધરી સમાજે નવી પહેલ શરુ કરી છે. છનિયાણા ગામે ચૌધરી સમાજનું સ્નેહમિલન યોજાયું હતું જેમાં એવો ઠરાવ કરવામાં આવ્યો કે જે ઘરે બીજી દીકરી આવશે એ પરિવારને 5100 રૂપિયા આપી સમાજ સન્માન કરશે. બે દીકરી ધરાવતા બે પરિવારો નું વિશેષ્ઠ સન્માન કરાયું હતું.
ADVERTISEMENT
27 વિદ્યાર્થીઓનું સન્માન
ADVERTISEMENT
સ્નેહમિલનમાં 27 વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. સમાજને વ્યસનમુક્ત કરવા, શિક્ષણ વધારવા, દીકરી વધામણાં મુદ્દાઓ પર ભાર મુકાયો હતો. આ પ્રસંગે આગેવાન વસંત ભટોળે એવું કહ્યું કે પ્રગતિની સાથે સમાજને સંસ્કારમય બનાવો. જૈન સમાજ, પાટીદાર સમાજ ધર્મને જાણે છે ધર્મને સાથે રાખે છે એમની પ્રગતિ જોઈ લો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.