ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / bhajap has planned to cater dalit voters for upcoming elections

મોટી તૈયારી / ગુજરાત સહિત 7 રાજ્યોમાં ચૂંટણી પહેલા ભાજપનું દલિત કાર્ડ, મોદી સરકારે આપ્યું રૂ.950 કરોડનું ફંડ

Published By: Jaydeep Shah

Last Updated: 12:33 PM, 19 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપે 7 રાજ્યોમાં થનારી ચૂંટણીને લઈને દલિત વૉટર્સને પોતાનાં પક્ષમાં કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકારે સામાજિક ન્યાય મંત્રાલયને 950 કરોડ રૂપિયાનું ફંડ ફાળવેલ છે.

ADVERTISEMENT

  • 7 રાજ્યોમાં ચૂંટણી માટે ભાજપનું ફોકસ દલિત વૉટર્સ પર 
  • કેન્દ્ર સરકારે ફાળવ્યું સામાજિક ન્યાય મંત્રાલયને 950 કરોડ રૂપિયાનું ફંડ 
  • રકમ ખર્ચ કરવા માટે નક્કી કરવામાં આવી 4 સ્કીમ 

ચૂંટણી માટે ભાજપની મોટી તૈયારી 

લગભગ દોઢ વર્ષોમાં દેશનાં 7 રાજ્યોમાં ચૂંટણી થવાની છે અને તે પહેલા ભાજપે મોટી તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપનું ફોકસ દલિત વૉટર્સ મેળવવાનું છે, જેમની રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત જેવા રાજ્યોમાં સારી આબાદી છે. આ જ ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે સામાજિક ન્યાય મંત્રાલયને 950 કરોડ રૂપિયાનું ફંડ ફાળવેલ છે. આ ફંડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ઇન્કમ જનરેશન સ્કીમો માટે આપવામાં આવ્યું છે. આ મોટું ફંડ આઠ 8 મંત્રાલયોનાં એ ફંડથી ટ્રાન્સફર કરવામાં આવ્યું છે, જે તેઓ ખર્ચી શક્યા ન હતા. માનવામાં આવે છે કે આ માધ્યમથી કેન્દ્ર સરકાર અનુસૂચિત જાતિ સમુદાયનાં લોકો પર ખાસ ફોકસ કરી શકશે. 

ખાસ કરીને 7 રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલા આ નિર્ણય મહત્વનો માનવામાં આવી રહ્યો છે. ડેવલપમેન્ટ એક્શન પ્લાન અને ફોર શેડ્યૂલ્ડ કાસ્ટ્સ હેઠળ 41 મંત્રાલયોએ પોતાનાં કુલ બજેટનાં 2 થી 20 ટકા અનુસૂચિત જાતિઓનાં કલ્યાણ માટે ખર્ચ કરવા પડે છે. પરંતુ મોટાભાગનાં મંત્રાલયો આમ ન કરી શક્યા અને ઘણા મંત્રાલયોએ અન્ય સ્કીમો પર જ ફંડ ખર્ચ કરી નાખ્યું છે. આવામાં સરકારે હવે 8 મંત્રાલયોનાં વધેલા 950 કરોડ રૂપિયાને સામાજિક ન્યાય મંત્રાલયને આપ્યા છે, જેથી અનુસૂચિત જાતિ વર્ગ સાથે જોડાયેલ સ્કીમો પર ખર્ચ થઈ શકે. 

આ મંત્રાલયોની રકમને ટ્રાન્સફર કરવામાં આવી છે 
સરકાર તરફથી જે મંત્રાલયોનાં ફંડને ટ્રાન્સફર કરવામાં આવ્યું છે, તેમાં પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ, વાણિજ્ય, રસ્તા તથા પરિવહન, ખનન, કોલસો, ખોરાક અને લોજિસ્ટિક્સ પુરવઠો, ફૂડ પ્રોસેસિંગ અને ટેલિકોમ મિનિસ્ટ્રી પણ સામેલ છે. આવામાં નાણા મંત્રાલયે વધેલા 950 કરોડ રૂપિયાનાં ફંડને સામાજિક ન્યાય તથા અધિકારિતા મંત્રાલયને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે. આ પહેલી વાર છે, જ્યારે નાણા મંત્રાલએ કોઈ મિનિસ્ટ્રીની વાહદેલી રકમને સોશિયલ તથા જસ્ટિસ મિનિસ્ટ્રીને ટ્રાન્સફર કરી છે. 27 જુલાઇનાં રોજ જ વ્યય વિભાગ તરફથી આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. 

રકમ ખર્ચ કરવા માટે નક્કી કરવામાં આવી 4 સ્કીમ 
રિપોર્ટ્સ અનુસાર, આ રકમને ખર્ચ કરવા માટે 4 યોજનાઓને પણ નક્કી કરવામાં આવી છે, જેમાં ડૉ. આંબેડકર ઉત્સવ ધામ યોજના છે. આ યોજના હેઠળ ગામોમાં કમ્યુનિટિ હૉલ બનાવાશે. એક યોજના પીએમ અમૃત જલધારા છે, જેની હેઠળ દલિત સમુદાયનાં લોકોની જમીનો પર સિંચાઇ સાથે જોડાયેલ સુવિધાઓ વિકસિત કરવામાં આવશે. આ ઉપરાંત, બે અન્ય સ્કીમો પણ છે, જેમાં આ રકમ ખર્ચ કરવામાં આવશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Bharatiya Janata Party Gujarati News Narendra Modi નરેન્દ્ર મોદી ભાજપ ભારતીય જનતા પાર્ટી PM Narendra Modi

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ