ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / કોલેજ સ્ટુડન્ટ્સ માટે બેસ્ટ છે 350ccની આ બાઇક્સ, Hunterથી Bullet સુધી, જાણો કઈ બાઇક છે તમારા માટે પરફેક્ટ
5 ફોટો ગેલેરી
Last Updated: 05:16 PM, 2 September 2026
1/5
કોલેજ જતા યુવાનો માટે બાઇક એ માત્ર મુસાફરીનું સાધન નથી, પરંતુ તેમની સ્ટાઇલ અને પર્સનાલિટીની ઓળખ પણ છે. જો તમે 350cc સેગમેન્ટમાં દમદાર લુક, શાનદાર પર્ફોર્મન્સ અને રોજિંદા ઉપયોગ માટે ભરોસાપાત્ર બાઇક શોધી રહ્યા છો, તો રોયલ એનફિલ્ડના 4 મોડેલ્સ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. હંટર 350 થી લઈને ક્લાસિક 350, બુલેટ 350 અને મીટીઓર 350 સુધીના તમામ મોડેલ્સ વિશે જાણો તમામ વિગતો:
2/5
કોલેજ સ્ટુડન્ટ્સ વચ્ચે તેના રોડસ્ટર લુક અને કોમ્પેક્ટ ડિઝાઇનને કારણે આ બાઇક ખૂબ જ લોકપ્રિય છે. તેની એક્સ-શોરૂમ કિંમત ₹1,37,640 થી શરૂ થાય છે. તેમાં 349 સીસીનું J-સિરીઝ એન્જિન (20.2 bhp પાવર, 27 Nm ટોર્ક) મળે છે. હળવા વજનને કારણે સિટી ટ્રાફિકમાં આ બાઇક ચલાવવી ખૂબ સરળ રહે છે અને તે 36 થી 40 કિમી/લીટરની શ્રેષ્ઠ માઇલેજ આપે છે.
ADVERTISEMENT
3/5
જે યુવાનોને વિન્ટેજ સ્ટાઇલ અને રોયલ લુક પસંદ છે તેમના માટે ક્લાસિક 350 પહેલી પસંદ છે. તેની એક્સ-શોરૂમ કિંમત ₹1.93 લાખથી ₹2.25 લાખ વચ્ચે છે. ક્રોમ ફિનિશિંગ, રાઉન્ડ હેડલેમ્પ અને ડ્યુઅલ ચેનલ ABS થી સજ્જ આ બાઇક હાઇવે પર અત્યંત સ્મૂથ રાઇડ આપે છે. તેનું માઇલેજ આશરે 32 થી 36 કિમી/લીટર જેટલું રહે છે.
4/5
ભારતીય રોડ પર સૌથી જૂની અને પ્રતિષ્ઠિત ઓળખ ધરાવતી બુલેટ 350 ની એક્સ-શોરૂમ કિંમત ₹1.74 લાખથી ₹2.16 લાખ વચ્ચે છે. તેના ક્લાસિક હેન્ડ-પેઇન્ટેડ પિનસ્ટ્રાઇપ્સ અને મસ્ક્યુલર બોડી લુક તેને ખાસ બનાવે છે. વાઇબ્રેશન-મુક્ત 349 સીસી એન્જિન સાથે આ બાઇક ખરાબ રસ્તાઓ પર પણ ઉત્તમ સ્ટેબિલિટી આપે છે અને 35 થી 37 કિમી/લીટરની માઇલેજ પ્રદાન કરે છે.
ADVERTISEMENT
5/5
વીકેન્ડ ટૂર અને લાંબી સફરના શોખીન કોલેજયન્સ માટે આ પરફેક્ટ ક્રૂઝર બાઇક છે. ₹2.06 લાખથી ₹2.30 લાખની એક્સ-શોરૂમ કિંમતમાં આવતી આ બાઇકમાં ટ્રિપર નેવિગેશન, એલઇડી DRL અને એલોય વ્હીલ્સ જેવા આધુનિક ફિચર્સ મળે છે. હાઇવે પર 90 થી 100 કિમી/કલાકની ઝડપે તે થાક વિના સ્મૂથ રાઇડ આપે છે અને 32 થી 35 કિમી/લીટરની માઇલેજ આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ