બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / શું બંગાળમાં ભાજપ મહિલા CM પર મહોર મારશે? આ નામોને લઇ ચર્ચા તેજ

નેશનલ / શું બંગાળમાં ભાજપ મહિલા CM પર મહોર મારશે? આ નામોને લઇ ચર્ચા તેજ

Jinal Chauhan

Last Updated: 09:15 AM, 6 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બંગાળના મુખ્યમંત્રીની પસંદગી માટે ભાજપમાં ટૂંક સમયમાં બેઠકોની શ્રેણી શરૂ થશે તેવા અહેવાલો છે. મળતી માહિતી પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રમુખ નીતિન નવીન સહિત અનેક અગ્રણી વ્યક્તિઓ એક કે બે દિવસમાં મળે તેવી અપેક્ષા છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારનો શપથ ગ્રહણ સમારોહ 9 મે, શનિવારે યોજાવાનો છે. હજી સુધી રાજ્યના મુખ્યમંત્રી તરીકે કોને જવાબદારી આપવામાં આવશે તે સ્પષ્ટ નથી. પણ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપ કોઈ મહિલા મુખ્યમંત્રીને પણ પસંદ કરી શકે છે. પાર્ટીએ હજી સુધી મુખ્યમંત્રીના ચહેરા વિશે સત્તાવાર જાહેરાત કરી નથી. એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે શુભેંદુ અધિકારી, જેમણે મમતા બેનર્જી ને સતત બે વખત હરાવ્યા છે, તેઓ મુખ્યમંત્રી પદ માટે મજબૂત દાવેદાર બની શકે છે.

પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી પદ માટે મહિલાઓમાં પણ કેટલાક નામોની ચર્ચા થઈ રહી છે. તેમાં અગ્નિમિત્રા પોલ એક દાવેદાર તરીકે જોવામાં આવે છે. અગ્નિમિત્રા પોલે પશ્ચિમ બંગાળની આસનસોલ દક્ષિણ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. તેમણે તૃણમૂલ કોંગ્રેસના તાપસ બેનર્જીને 40,839 મતથી હરાવીને પોતાની સીટ જાળવી રાખી હતી. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ અગ્નિમિત્રા પોલને 1,19,582 મત મળ્યા હતા, જ્યારે તાપસ બેનર્જીને 78,743 મત મળ્યા હતા.

અગ્નિમિત્રા પોલ 2019માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા બાદ પાર્ટીના મહિલા મોરચાની પ્રમુખ બની હતી. 2021માં તેમણે પહેલીવાર બંગાળ વિધાનસભાની ચૂંટણી લડી અને સયોની ઘોષને હરાવ્યા હતા. જાન્યુઆરી 2026માં તેમને બંગાળ ભાજપની ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રાજકારણમાં આવતા પહેલાં તેઓ જાણીતા ફેશન ડિઝાઇનર હતાં અને તેમણે પોતાનું બ્રાન્ડિંગ શરૂ કર્યું હતું.

રૂપા ગાંગુલી

રૂપા ગાંગુલીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સાથે જોડાયા લગભગ 10 વર્ષ થવા આવ્યા છે. આ વખતે તેઓ સોનારપુર દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા જ્યાં તેમણે અરુન્ધતિ માઇત્રાને 35 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. ખાસ વાત એ છે કે તેઓ બી.આર. ચોપરાના ટીવી સીરિયલ મહાભારતમાં દ્રૌપદીનો પાત્ર ભજવીને ખૂબ લોકપ્રિય થયા હતા. તેઓ 2016થી 2022 સુધી રાજ્યસભાના સાંસદ પણ રહ્યા હતા. ખાસ વાત એ છે કે તેઓ બી.આર. ચોપરાની ટીવી સીરિયલ મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર ભજવીને ખૂબ લોકપ્રિય થઈ હતી. તેઓ 2016થી 2022 સુધી રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે.

VTV Job Vacancy

આ પણ વાંચોઃ બંગાળમાં ચૂંટણી બાદ હંગામો, કોલકાતાના ઐતિહાસિક ન્યૂ માર્કેટમાં TMC ઓફિસ પર બુલડોઝર ફેરવી દેવાયું

આ નામ પણ છે રેસમાં

બંગાળમાં મુખ્યમંત્રી પસંદ કરવા માટે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જલ્દી બેઠકઓ શરૂ થવાની શક્યતા છે. મીડિયા અહેવાલો મુજબ પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ નિતિન નવીન સહિતના મોટા નેતાઓ એક-બે દિવસમાં બેઠક કરી શકે છે. સાથે જ એવી ચર્ચા છે કે ભાવાનીપુર અને નંદીગ્રામમાં જીત મેળવનારા શુભેંદુ અધિકારીને દિલ્હી બોલાવવામાં આવી શકે છે.

શુભેંદુ અધિકારી સિવાય પણ મુખ્યમંત્રી પદ માટે અન્ય નામોની ચર્ચા ચાલી રહી છે. તેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ શમિક ભટ્ટાચાર્ય, પૂર્વ પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોટા ચહેરા ઉત્પલ મહારાજના નામ પણ સામેલ થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bengal CM race BJP West Bengal woman chief minister
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ