બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બંગાળમાં ચૂંટણી બાદ હંગામો, કોલકાતાના ઐતિહાસિક ન્યૂ માર્કેટમાં TMC ઓફિસ પર બુલડોઝર ફેરવી દેવાયું

હિંસા / બંગાળમાં ચૂંટણી બાદ હંગામો, કોલકાતાના ઐતિહાસિક ન્યૂ માર્કેટમાં TMC ઓફિસ પર બુલડોઝર ફેરવી દેવાયું

Last Updated: 01:19 AM, 6 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યભરમાં હિંસા ફાટી નીકળી છે. કોલકાતાના પ્રખ્યાત ન્યૂ માર્કેટ વિસ્તારમાં ભાજપના કાર્યકરો દ્વારા તૃણમૂલ કોંગ્રેસના કાર્યાલય પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે.

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં ચૂંટણી બાદની હિંસાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યમાં ભાજપને મળેલી પ્રચંડ બહુમતી બાદ અનેક સ્થળોએ વિજય સરઘસ દરમિયાન હિંસક અથડામણો જોવા મળી છે. સૌથી ચોંકાવનારી ઘટના કોલકાતાના ઐતિહાસિક હોગ માર્કેટ એટલે કે ન્યૂ માર્કેટ વિસ્તારમાં બની હતી. મંગળવારે મોડી રાત્રે અહીં એક બુલડોઝર લાવીને તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક કાર્યાલયને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ આ વીડિયો શેર કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે અને કટાક્ષમાં જણાવ્યું છે કે બંગાળીઓ હવે આ 'પરિવર્તન'નો આનંદ માણી રહ્યા છે.

હિંસાની આગ માત્ર કોલકાતા પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં પણ ફેલાઈ છે. ઉત્તર 24 પરગણા જિલ્લાની સ્વરૂપનગર બેઠક પરથી જીતેલા ટીએમસીના ઉમેદવાર બીના મંડળના નિવાસસ્થાનને પણ ટોળાએ નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં બીના મંડળના ઘરની તોડફોડ કરવામાં આવી હતી અને તેમની ખાનગી કારને પણ ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ટીએમસીના દિગ્ગજ નેતા અભિષેક બેનર્જીએ દાવો કર્યો છે કે સમગ્ર રાજ્યમાં ભાજપના સમર્થકો દ્વારા ઉજવણીના બહાને લગભગ 300 થી 400 જેટલી ટીએમસી ઓફિસોમાં તોડફોડ કરવામાં આવી છે. તેમણે ભાજપ પર સત્તાના નશામાં ગુંડાગીરી કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચોઃ રાજુલામાં પ્રેમિકાના પરિજનોએ પ્રેમીનું અપહરણ કરી માતા પર કાર ફેરવી, હત્યાની ઘટના સીસીટીવીમાં ઝડપાઈ

રાજ્યમાં કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતનું ચૂંટણી પંચ એક્શન મોડમાં આવ્યું છે. પંચે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈપણ પ્રકારની હિંસા સાંખી લેવામાં આવશે નહીં. શાંતિ ભંગ કરનારા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા અને કેન્દ્રીય સુરક્ષા દળોને સતર્ક રહેવા જણાવાયું છે. પંચે સ્પષ્ટ કર્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ હિંસામાં સામેલ જણાશે, તેના પર પક્ષપાત રાખ્યા વગર કડક પગલાં લેવાશે, જેથી સામાન્ય જનતામાં સુરક્ષાનો વિશ્વાસ જળવાઈ રહે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

WestBengal NewMarket Kolkata
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ