બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / રાજુલામાં પ્રેમિકાના પરિજનોએ પ્રેમીનું અપહરણ કરી માતા પર કાર ફેરવી, હત્યાની ઘટના સીસીટીવીમાં ઝડપાઈ
Last Updated: 08:50 PM, 5 May 2026
અમરેલી જિલ્લામા રાજુલા તાલુકાના નીંગાળા ગામ નજીક યુવક યુવતીના પ્રેમસંબંધમા યુવતીના પરિવારજનો દ્વારા યુવક અને તેની માતા ઉપર હુમલો કર્યો પ્રેમી ઇજાગ્રસ્ત અને માતા પર કાર ચડાવી મોતને ઘાટ ઉતારી હત્યા કરાય સમગ્ર ઘટનાના લાઈવ CCTV ફૂટેજ ખુલ્લેઆમ દાદાગીરી કરી પોલીસને પડકાર ફેંક્યો
ADVERTISEMENT
અમરેલી જિલ્લામા રાજુલા તાલુકામાં પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નિંગાળા નજીક નેશનલ હાઇવે નજીક હત્યાની ઘટના સામે આવતા પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાય હતી જેમા ફરિયાદી ભાવેશભાઈ ભગવાનભાઈ ભીલ (ઉ.વ.25), રહે. નીંગાળાએ દ્વારા ફરીયાદ આપી છે.

ADVERTISEMENT
બાલકૃષ્ણ પેટ્રોલ પંપ સામે આરોપીઓએ પૂર્વ આયોજનબદ્ધ રીતે એકસંપ કરી ભાવેશ તથા તેમના માતા જીતુબેન પર હુમલો કર્યો હતો. જેમા યુવતી સાથેના વ્યક્તિગત સંબંધ બાબતે આરોપી પક્ષને મનદુઃખ હોવાથી ભાવેશ અને તેમના પરિવારજનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આરોપીઓ દ્વારા ભાવેશને માર મારી બળજબરીપૂર્વક કારમા બેસાડી અપહરણ કરવામા આવ્યુ હતુ. દરમિયાન ભાવેશના માતા જીતુબેન ઉપર કારથી ઉપર ચડાવી ગંભીર ઇજાઓ પોહચાડી મોતને ઘાટ ઉતારવામા આવી હત્યા કરતા પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં 9 જેટલા લોકો સામે હત્યાની ફરીયાદ નોંધાય છે.

ADVERTISEMENT
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થય છે અપહરણ કર્યા બાદ ફરિયાદી ભાવેશને અલગ-અલગ મહુવા સુધી સ્થળોએ લઈ જઈ આરોપીઓ દ્વારા મારકૂટ ધમકી તથા ગેરકાયદેસર રીતે બંદી બનાવી રાખવાના કૃત્યો કરી માર માર્યો હતો.

ADVERTISEMENT
આ દરમ્યાન અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગણતરીની કલાકોમા તેની પાછળ પીછો કરી મહુવા પોહચી દોડી ભોગબનનાર ફરિયાદીને તાત્કાલિક લઈ આવી તાત્કાલિક સારવાર આપી હતી અને ત્યારબાદ ઘટનાની ગંભીરતા દાખવી IPS જયવીર ગઢવીના સીધા સુપર વિઝન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ આલગ ટીમો દ્વારા આરોપીઓને પકડવાનો દોર શરૂ કર્યો છે. હાલ 7 જેટલા લોકો ઝડપી લઈ ધરપકડ કરી પીપાવાવ મરીન પોલીસને સોંપવામા આવ્યા છે.
આ પણ વાંચોઃ કચ્છ, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટમાં વરસ્યો કમોસમી વરસાદ, ગરમી-ઉકળાટ વચ્ચે રાહત
ADVERTISEMENT
પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં 9 જેટલા આરોપી સામે હત્યાની ફરીયાદ નોંધાય છે જેમા આરોપી યોગેશ બાબુભાઈ મકવાણા, રહે. રાજકોટ,રોહિત બટુકભાઈ મકવાણા, રહે. મહુવા,મહેશ ભાયાભાઈ સોલંકી, રહે. માઢીયા,જ્યોતિબેન યોગેશભાઈ મકવાણા, રહે. રાજકોટ,કાજલબેન બટુકભાઈ મકવાણા,જાનુબેન બટુકભાઈ મકવાણા,હિતેશ બટુકભાઈ મકવાણા,બટુકભાઈ ડાયાભાઈ મકવાણા,કમલેશભાઈ (હિતેશના કાકા), રહે. મહુવા, જી. ભાવનગર સહિત સામે ગુન્હા નોંધી જેમા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા 7 આરોપીઓની ધરપકડ કરી પરંતુ અહીં પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી ધાક ધમકી હત્યા ગેરકાયદેસર દારૂ સાહિતનું પ્રદુષણ વધતા કાયદો વ્યવસ્થાને લઈ સવાલો ઉઠ્યા સાથે સાથે પીપાવાવ દરિયાઈ કોસ્ટલ બેલ્ટના સ્થાનિક લોકોમાં પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનની કામગીરી સામે નારાજગી જોવા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.