બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કચ્છ, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટમાં વરસ્યો કમોસમી વરસાદ, ગરમી-ઉકળાટ વચ્ચે રાહત
Last Updated: 07:33 PM, 5 May 2026
ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો હતો. ગીર ગઢડા તાલુકાના તુલસી શ્યામ અને આજુબાજુના વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. ભારે ઉકળાટ અને ગરમીની વચ્ચે કમોસમી વરસાદથી લોકોને રાહત થઈ હતી. હવામાન વિભાગે ગીર સોમનાથ સહિતના જિલ્લામાં માવઠાની આગાહી કરી છે.
ADVERTISEMENT

ભુજ અને અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ
ADVERTISEMENT
ભારે ઉકળાટ વચ્ચે કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ભુજ અને અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. હીરાપર, મોડસર, મોખાણા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. દિવસભર ભારે પવન ફૂંકાતા કેટલાક સ્થળો પર કરા પડ્યા હતા. ભર ઉનાળે માવઠાના કારણે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો હતો. ખેતરોમાં ઉભા પાકને કમોસમી વરસાદથી નુકસાનની ભીંતિ છે.
વરસાદી માહોલ જામતા વાતાવરણમાં પ્રસરી ઠંડક
ADVERTISEMENT
અમરેલીના ધારી ગીરના વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ધારી ગીર અને ખાંભા ગીરના કેટલાક ગામોમાં હળવો વરસાદ પડ્યો હતો. વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની ભીંતી છે.
આ પણ વાંચોઃ ગાંધીનગર નજીકના સંત સરોવરમાં 4 યુવકો ડૂબ્યા, 1નું મોત, 3નો બચાવ
ADVERTISEMENT
ગ્રામ્ય પંથકમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ
રાજકોટના જામકંડોરણાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગ્રામ્ય પંથકમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ચરેલ ગામમમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ચરેલ, ખજૂરડા, બાલાપર સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો હતો. જેતપુરના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. મેવાસા ગામમાં તોફાની પવન સાથે વરસાદી પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.