આયુર્વેદ અને નેચુરોપેથી એક્સપર્ટ ડૉ. કિરણ ગુપ્તા કહે છે. માટીમાં એક તત્વ હોય છે જે શરીર માટે ફાયદાકારક હોય છે.
માટીના વાસણમાં ખાઓ ભોજન
સ્વાસ્થ્યને થાય છે ખૂબ ફાયદા
જાણો ફાયદાઓ વિશે
ધીરે ધીરે લોકો ફરી આયુર્વેદ અને નેચુરોપૈથીની તરફ વધી રહ્યા છે. લોકો માટીના વાસણનો ઉપયોગ પણ વધુ કરી રહ્યા છે. આયુર્વેદ અને નેચુરોપેથી એક્સપર્ટ ડૉ. કિરણ ગુપ્તાનું કહેવું છે કે માટીમાં એવા તત્વો હોય છે જે સીધા તમારા શરીરને ફાયદો પહોંચાડે છે. માટીના વાસણોમાં ભોજન બનાવવા અને તેમાં ભોજન મુકીને ખાવાના ફાયદા શું છે અને વિજ્ઞાન શું છે. જાણો તેના વિશે...
નેચુરોપેથી એક્સપર્ટ ડૉ. કિરણ ગુપ્તા કહે છે કે માટીના વાસણોમાં ભોજન મુકવાથી શરીરમાં ફોસ્ફોરસ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ પહોંચે છે. જ્યારે બીજા કાંચ, સ્ટીલ અથવા એલ્યુમિનિયના વાસણથી આવા ફાયદા નથી મળતા. માટીમાં બનેલુ અને મુકવામાં આવેલું ભોજન પેટને ખાસ ફાયદો કરે છે. તે ગેસ અને અપચાની સમસ્યામાં રાહત આપે છે.
કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે
કોલેસ્ટ્રોલને પણ અમુક હદ સુધી ઓછુ કરવામાં માટીના વાસણો મદદ કરે છે. એક્સપર્ટ કહે છે. જ્યારે વધુ તેલ વાળુ ભોજન માટીના વાસણમાં મુકવામાં આવે તો તે અમુક હદ સુધી તેલને એબ્ઝોર્બ કરે છે. વધારે તો નહીં પરંતુ અમુક હદ સુધી કોલેસ્ટ્રોલના લેવલને ઓછુ કરે છે. તે ઉપરાંત માટીના વાસણમાં બનાવવામાં આવેલા ભોજનમાં ખાસ પ્રકારની સુગંધ અને સ્વાદ હોય છે. તેનો સ્વાદ અલગ જ હોય છે.
હેલ્થ સારી રાખે છે માટીના વાસણમાં બનાવેલું ભોજન
નેચુરોપેથી એક્સપર્ટ ડૉ. કિરણ ગુપ્તા કહે છે, જો તમારે હેલ્દી રહેવું છે તો માટીની હાંડીમાં મુકેલા ભોજનને ખાવાનું શરૂ કરો. તેમાં ઘણા પ્રકારના સુક્ષણ પોષક તત્વો આવે છે જે ભોજનની સાથે સીધા શરીરમાં પહોંચે છે. આ તત્વ પ્રેશર કુકરમાં બનેલા ભોજનમાં નથી હોતા. માટે માટીના વાસણને કિચનનો ભાગ બનાવો અને સ્વસ્થ્ય રહો.
જો તમે માટીના વાસણનો ઉપયોગ કરવા માંગો છો તો તેને 15થી 20 મિનિટ માટે પાણીમાં પલાળી લો. પછી તેને પાણીથી સાફ કરો અને બાદમાં જ તેનો ઉપયોગ કરો. તેનાથી ભોજનમાં ઉપયોગમાં લેવામાં આવતા તેલ અને પાણીને વાસણ તરત અબ્ઝોર્બ નહી કરે. તેને ધોવા માટે ક્યારેય સાબુનો ઉપયોગ ન કરો. એવામાં વાસણને સ્વચ્છ કરવા માટે ગરમ પાણીનો પ્રયોગ કરવો જ સારો માનવામાં આવે છે.