બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / T20 વર્લ્ડ કપ માટે BCCIએ લીધા 5 મોટા નિર્ણય, આખી દુનિયા હેરાન, ખેલાડીઓના નામ ચોંકાવશે

ક્રિકેટ / T20 વર્લ્ડ કપ માટે BCCIએ લીધા 5 મોટા નિર્ણય, આખી દુનિયા હેરાન, ખેલાડીઓના નામ ચોંકાવશે

Vishal Khamar

Last Updated: 06:36 PM, 20 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCI એ 2026 માં વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વર્લ્ડ ટુર્નામેન્ટ માટે બીસીસીઆઈએ 5 આશ્ચર્યજનક નિર્ણયો કર્યા છે.

ભારતીય ક્રિકેટ બોર્ડે 2026 ની T20 વર્લ્ડ કપ અને ન્યૂઝીલેન્ડ સામે રમાનાર પાંચ મેચોને લઈ T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. વર્લ્ડ કપને લઈ બીસીસીઆઈ દ્વારા 5 આશ્ચર્યજનક નિર્ણય કર્યા છે. જેમાં શુભમન ગિલને ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. તે સિવાય ટી20 વર્લ્ડ કપમાં ટીમમાં રિંકુંસિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે દક્ષિણ આફ્રિકા સામે ટી20 સિરિઝમાં ભારતીય ટીમમાં ન હતો.

શુભમન ગિલનો સમાવેશ ન કરવો

સતત ખરાબ પ્રદર્શનના કારણે શુભમન ગિલને ટી20 વર્લ્ડકપ માટે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. બીસીસીઆઈના આ નિર્ણયથી આખી દુનિયા ચોંકી ગઈ છે. કારણ કે થોડા સમય પહેલા સુધી શુભમન ગિલને ભવિષ્યનો કપ્તાન કહેવામાં આવતો હતો. જે ટેસ્ટ અને વનડેમાં પણ ભારતીય ટીમનો કેપ્ટન હતો. પરંતું સતત ખરાબ પ્રદર્શનના કારણે તેમજ ધીમી બેટીંગના કારણે તેને વર્લ્ડકપની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.

ઈશાન કિસન પરત ફર્યો

ઈશાન કિસન વર્ષ 2023 થી ભારતની ટી20 ટીમમાંથી બહાર હતો. આઈપીએલ 2025 માં પણ તેમનું કંઈ ખાસ પ્રદર્શન ન હતું. પરંતુ સ્થાનિક કક્ષાએ ક્રિકેટમાં સતત સારા પ્રદર્શન કર્યું હતું. તાજેતરમાં પૂર્ણ થયેલ 2025 ની સૈદય મુસ્તાક અલી ટી20 માં ઈશાન કિશને માત્ર 10 મેચમાં 517 રન બનાવ્યા હતા. જેને જોતા બીસીસીઆઈ દ્વારા તેને વર્લ્ડકપની ટીમમાં સમાવેશ કર્યો છે. ઈશાન કિશનની પસંદગી ખરેખર આશ્ચર્યજનક છે.

જિતેશ શર્માને ટીમમાંથી બહાર

મિસ્ટર ફિનિશર તરીકે ઓળખાતા જીતેશ શર્માને પણ વર્લ્ડકપની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. જીતેશે આઈપીએલ 2025 માં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને RCB ને ટાઈટલ જીતાડવામાં મુખ્ય ભુમિકા ભજવી હતી. જે બાદ ભારતની ટી20 ટીમમાં તે પાછો ફર્યો છે. પરંતું જીતેશને વર્લ્ડ કપની ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે.

અક્ષર પટેલ ફરી ઉપકપ્તાન

સ્પિનર ઓલરાઉન્ડર અક્ષર પટેલને ફરી એક વખત ભારતની ટી20 ટીમમાં ઉપકપ્તાન બનાવવામાં આવ્યો છે. તે ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચોની ટી202 સીરીઝ અને સાથે સાથે 2026 ની ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના ઉપકપ્તાન હશે. આ પહેલા તેમની જગ્યાએ શુભમન ગિલને આ જવાબદારી સોંપવામાં આવી હતી. બીસીસીઆઈનો આ નિર્ણય પણ આશ્ચર્યજનક છે.

રિંકૂ સિંહનો ટીમમાં સમાવેશ

ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી લક્કી સાબિત થયેલા રિંકું સિંહને 2026 ટી20 વર્લ્ડકપની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે 2024 ની ટી20 વર્લ્ડ કપની ટીમમાં પણ હતા. પરંતું તેને મેચ રમવાની કોઈ તક મળી ન હતી. રિંકું નો 2025 ના એશિયા કપમાં પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ માત્ર ફાઈનલમાં જ રમ્યા હતા. BCCI એ રિંકુને 2026 વર્લ્ડકપ ટીમમાં સમાવેશ કરી બધાના આશ્ચર્યચકિત કરી દીધા છે.

આ પણ વાંચોઃ T20 વર્લ્ડ કપની ટીમ ઈન્ડિયામાં આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી, 2 વર્ષ બાદ લેવાયો

2026 T20 વર્લ્ડ કપ માટે ભારતની 15 સભ્યોની ટીમ - સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), રિંકુ સિંઘ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અર્શદીપસિંહ પટેલ, અર્વાચીન પટેલ, વોશિંગ્ટન પટેલ. જસપ્રીત બુમરાહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup 2026 BCCI T20 World Cup
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ