બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / T20 વર્લ્ડ કપની ટીમ ઈન્ડિયામાં આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી, 2 વર્ષ બાદ લેવાયો
Last Updated: 04:09 PM, 20 December 2025
વર્ષ 2026ના T20 વર્લ્ડ કપ માટે BCCIએ ટીમની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમમાં અમુક ચેન્જીસ કરાયા છે. જેમાં લગભગ બે વર્ષથી ક્રિકેટથી દૂર રહેલા ઇશાન કિશનને જીતેશ શર્માની જગ્યાએ વિકેટકીપર-બેટ્સમેન તરીકે ટીમમાં લેવામાં આવ્યો છે. ઇશાન કિશન ભારતીય ટીમથી બહાર હતો. પરંતુ ડોમેસ્ટિક મેચોમાં શાનદાર પ્રદર્શનને લીધે તેને ટીમમાં લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
આ સિલેકશનમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન તો અક્ષર પટેલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તો શુભમન ગિલને ટીમમાં નથી લેવાયો. આ સિલેકશનમાં ધ્યાન ખેંચે એવું નામ ઇશાન કિશનનું હતું. ઇશાન કિશન લગભગ બે વર્ષના સમય બાદ ટીમમાં લેવાયો છે. તો આ ટીમમાં સંજુ સેમસન પણ વિકેટકીપર-બેટ્સમેન તરીકે રમશે.
🚨India’s squad for ICC Men’s T20 World Cup 2026 announced 🚨
— BCCI (@BCCI) December 20, 2025
Let's cheer for the defending champions 💪#TeamIndia | #MenInBlue | #T20WorldCup pic.twitter.com/7CpjGh60vk
ADVERTISEMENT
ઈશાન કિશન ભારત માટે છેલ્લી T20I મેચ નવેમ્બર 2023 માં રમ્યો હતો. ડોમેસ્ટિક મેચોમાં શાનદાર પ્રદર્શનના લીધે તેને ટીમમાં લેવાયો છે. ઈશાન કિશનનું કમબેકનું રીઝન સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025 માં તેનું પ્રદર્શન હતું. જેમાં તેને ઝારખંડને ટાઇટલ અપાવ્યું હતું જેમાં તેને 10 મેચમાં 517 રન બનાવ્યા હતા, તેને ફાઇનલમાં સદી પણ મારી હતી

ADVERTISEMENT
આ T20 વર્લ્ડ કપમાં ભારતની પેહલી મેચ 7 ફેબ્રુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે યુએસએ સામે હશે. અહીંયા ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરશે. તો 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે મેચ હશે. આ મેચ કોલંબોમાં રમાશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.