બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / 7 ફેબ્રુ.થી વર્લ્ડ કપ 2026નો પ્રારંભ, જુઓ ટીમ ઇન્ડિયા ક્યારે કોની સામે ટકરાશે?

T20 World Cup 2026 / 7 ફેબ્રુ.થી વર્લ્ડ કપ 2026નો પ્રારંભ, જુઓ ટીમ ઇન્ડિયા ક્યારે કોની સામે ટકરાશે?

Ajitsinh Jadeja

Last Updated: 03:38 PM, 20 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India matches schedule in T20 World Cup: આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026નો આગામી 7 ફેબ્રુઆરીથી પ્રારંભ થઇ રહયો છે.

India matches schedule in T20 World Cup: આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026નો આગામી 7 ફેબ્રુઆરીથી પ્રારંભ થઇ રહયો છે. ભારત અને શ્રીલંકામાં આ વર્લ્ડ કપની મેચો રમાવાની છે. ભારત 2026 આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપમાં ઘરઆંગણે પોતાનું ટાઇટલ બચાવવાના મિશન સાથે મેદાનમાં ઉતરશે. આજ સુધી કોઈ પણ ટીમ ત્રણ વખત ટૂર્નામેન્ટ જીતી શકી નથી. કોઈ પણ ટીમે ઘરઆંગણે ટી20 વર્લ્ડ કપ પણ જીત્યો નથી, જેના કારણે પ્રશ્ન ઉભો થાય છે કે શું ટીમ આ 15 ખેલાડીઓ સાથે ટૂર્નામેન્ટ જીતી શકશે.

Asia-Cup-Team-India-Squad

ભારતીય ટીમનું આગામી લક્ષ્ય 2026 ની પ્રથમ અને સૌથી મોટી ઇવેન્ટ જીતવાનું છે. આ લક્ષ્ય ટી20 વર્લ્ડ કપ 2026 છે. જેના માટે ભારતીય ટીમની આજે જાહેરાત કરવામાં આવી હતી. 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા વર્લ્ડ કપ માટે સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ ટૂર્નામેન્ટ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં કોઈ આશ્ચર્યજનક નામ નથી.

T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતની 15 સભ્યોની ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (ઉપ-કેપ્ટન), સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, ઇશાન કિશન, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, રિંકુ સિંહ.

ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં

ચાલો આપણે એક નજર ટી20 વર્લ્ડ કપમાં ભારતમાં રમાનાર મેચ પર કરીએ. ટીમ ઇન્ડિયા તેના અભિયાનની શરૂઆત યુએસએ સામે કરશે. પાકિસ્તાનને પણ ભારતના ગ્રુપમાં રાખવામાં આવ્યું છે. ટુર્નામેન્ટના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે 20 ટીમો ભાગ લઈ રહી છે. ટીમોને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારતને પાકિસ્તાન, યુએસએ, આયર્લેન્ડ અને કેનેડા સાથે ગ્રુપ A માં રાખવામાં આવ્યું છે.

vtv app promotion

ભારત પોતાના ગ્રુપ મેચ સ્વદેશમાં રમશે અને પાકિસ્તાન સામેના મુકાબલા સહ-યજમાન શ્રીલંકામાં રમશે.

ભારત vs અમેરિકા- 7 ફેબ્રુઆરી, 2026 - વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ - સાંજે 7:00 વાગ્યે

ભારત vs નામિબિયા - 12 ફેબ્રુઆરી, 2026 - અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી - સાંજે 7:00 વાગ્યે.

આ પણ વાંચોઃ ભારતના ટોચના પાંચ ખેલાડી જેમણે એક વર્ષમાં બનાવ્યા સૌથી વધુ રન, અભિષેક શર્માથી ના તુટ્યો કોહલીનો રેકોર્ડ

ભારત vs પાકિસ્તાન - 15 ફેબ્રુઆરી, 2026 - પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો - સાંજે 7:00 વાગ્યે

ભારત vs નેધરલેન્ડ - 18 ફેબ્રુઆરી, 2026 - નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ - સાંજે 7:00 વાગ્યે

સુપર 8: ભારત ગ્રુપ A માં ટોચ-2 સ્થાનો પર રહે છે, તો તેઓ સુપર 8 માં આગળ વધશે, જે 21 ફેબ્રુઆરી, 2026 થી શરૂ થશે.

નોકઆઉટ: સેમિફાઇનલ 4 અને 5 માર્ચે યોજાશે, જ્યારે ફાઇનલ 8 માર્ચ, 2026 ના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. (જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે છે, તો ટાઇટલ મેચ કોલંબોમાં રમાઇ શકે છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

T20 World Cup Schedule Pakistan Team India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ