ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / BCCI officially clears Ahmedabad franchis says Reports

BIG NEWS / IPLમાં અમદાવાદની ટીમને BCCIનું ગ્રીન સિગ્નલ, આ સ્ટાર ખેલાડી બની શકે કેપ્ટન, શાસ્ત્રી કોચપદે

Published By: Kavan

Last Updated: 08:34 PM, 10 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2022 મેગા ઓક્શન પહેલા ગુજરાતી ક્રિકેટ રસીકો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે.

ADVERTISEMENT

  • IPL 2022 મેગા ઓક્શન પહેલા સૌથી મોટા સમાચાર
  • અમદાવાદ ફ્રેન્ચાઈઝીને મળી સત્તાવાર મંજૂરી 
  • CVC કેપિટલ પાર્ટનર્સે ખરીદી ટીમ 

મળતા મીડિયા રિપોર્ટ પ્રમાણે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા અમદાવાદ ફ્રેન્ચાઈઝીને સત્તાવાર મંજૂરી અને લેટર ઓફ ઈન્ટેન્ટ (LOI) આપી દેવામાં આવ્યો છે. 

CVC કેપિટલ પાર્ટનર્સે ખરીદી ટીમ 

Irelia Co. Pvt Ltd (CVC કેપિટલ પાર્ટનર્સ) એ ₹5,625 કરોડની બિડ લગાવીને અમદાવાદ ફ્રેન્ચાઇઝી મેળવી છે. તો આરપી-સંજીવ ગોએન્કા ગ્રૂપે બીજી નવી ટીમ લખનૌને ₹7,090 કરોડમાં હસ્તગત કરીને 5 વર્ષ પછી ફરીથી લીગમાં કમબેક કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગોયન્કા ગ્રુપ પાસે 2 વર્ષ 2016 અને 2017માં રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સની ટીમ રહી હતી. 

કેટલા પ્રશ્નો ઉભા થયાં બાદ CVCને LOI મેળવવામાં થયો હતો વિલંબ

RPSGને લગભગ તરત જ લેટર ઓફ ઈન્ટેન્ટ  (LOI) મળ્યો હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં કંપનીના વ્યાપારી હિતો અંગે પ્રશ્નો ઉભા થયા બાદ CVCની મંજૂરીમાં વિલંબ થયો હતો. જેનાથી હરાજીની તારીખ પણ મુલતવી રાખવામાં આવી હતી, જે હવે જાન્યુઆરીની શરૂઆતથી ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં તે યોજાઈ શકે છે. 

કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની પસંદગી થઈ શકે

નોંધનીય છે કે, હવે આ ટીમ BCCI સાથે IPLનો નવો કોન્ટ્રાક્ટ સાઈન કરશે. જેમાં બોર્ડ કેટલાક નવા નિયમો અને માપદંડોનો ઉલ્લેખ કરીને ટીમ સાથે આગળ વધશે. તેવામાં અમદાવાદની ટીમના હેડ કોચ આશિષ નેહરા અથવા રવિ શાસ્ત્રીમાંથી કોઈ એક બની શકે છે. તો આ સાથે જ ટીમના મેન્ટોર તરીકે ગેરી કર્સ્ટેન તથા કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની પસંદગી થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2021 auction

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ