ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કોણ-કોણ છે આયુષ્માન કાર્ડના હકદાર? લાભ લેવા માટે અપનાવો આ ટિપ્સ

કામની વાત / કોણ-કોણ છે આયુષ્માન કાર્ડના હકદાર? લાભ લેવા માટે અપનાવો આ ટિપ્સ

Published By: Jinal Chauhan

Last Updated: 05:36 PM, 13 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયુષ્માન કાર્ડથી તમે વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકો છો, પરંતુ આ આયુષ્માન કાર્ડ કોણ બનાવી શકે છે, એટલે કે તેના માટે કોણ પાત્ર છે? આજે અમે જણાવીશું

ADVERTISEMENT

હાલમાં દેશમાં અનેક સરકારી યોજનાઓ ચાલી રહી છે, જે લોકોના જીવનમાં મદદરૂપ બની રહી છે. જો તમે મફત સારવાર મેળવવા માંગતા હો, તો આયુષ્માન કાર્ડ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. હાલમાં લાખો લોકો આ કાર્ડનો ઉપયોગ કરીને મફત સારવાર લઈ રહ્યા છે.

આ આયુષ્માન કાર્ડ કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ આપવામાં આવે છે. આ કાર્ડ દ્વારા તમે દર વર્ષે રૂપિયા 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકો છો, અને આ તમામ ખર્ચ સરકાર ઉઠાવે છે.

જો તમે પણ આ લાભ મેળવવા માંગતા હો, તો પહેલા તમારી લાયકાત તપાસવી જરૂરી છે. ચાલો જાણીએ કે આયુષ્માન કાર્ડ કેવી રીતે કઢાવી શકાય અને તેના લાભ શું છે.

જો તમે આયુષ્માન કાર્ડ મેળવવા માંગતા હો, તો પહેલા તપાસો કે તમે તેના માટે પાત્ર (eligible) છો કે નહીં.

આ સ્ટેપ્સ અનુસરો

tb
  • સૌથી પહેલાં યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmjay.gov.in/ પર જાઓ.
  • હોમપેજ પર તમને ઘણા વિકલ્પો દેખાશે તેમાં થી “Am I Eligible” (શું હું પાત્ર છું) પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી કેટલીક માહિતી (જેમ કે નામ, રાજ્ય, મોબાઇલ નંબર વગેરે) ભરો.
  • માહિતી ભર્યા પછી વેબસાઇટ બતાવશે કે તમે આયુષ્માન કાર્ડ માટે પાત્ર છો કે નહીં.
  • આ રીતે તમે સરળતાથી તમારી પાત્રતા તપાસી શકો છો.
vtv app promotion

આ પણ વાંચોઃ આયુષ્માન કાર્ડ હોય તો દેશની તમામ હોસ્પિટલોમાં મફત સારવાર મળે? જાણો નિયમો

આ રીતે બનાવી શકો છો આયુષ્માન કાર્ડ

ઓનલાઇન:

તમે યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmjay.gov.in/ પર જઈને અથવા આયુષ્માન એપ મારફતે અરજી કરી શકો છો.

ઓફલાઇન:

તમે તમારા નજીકના CSC સેન્ટર પર જઈને પણ આયુષ્માન કાર્ડ ઑફલાઇન બનાવી શકો છો. ત્યાં તમે સંબંધિત અધિકારીને મળશો, જે તમારી પાત્રતા અને દસ્તાવેજોની ચકાસણી કરશે. જો બધુ બરાબર હશે તો તમારી અરજી સ્વીકારવામાં આવશે. થોડા દિવસોમાં તમારું આયુષ્માન કાર્ડ તૈયાર થઈ જશે, અને તમે તેને ડાઉનલોડ કરીને ઉપયોગમાં લઈ શકશો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ayushman Bharat Yojana Ayushman Card eligibility

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ