ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Avoid Drinking Tea and smoking After Lunch

કામની ટિપ્સ / બપોરે જમ્યા પછી ક્યારેય આ 1 કામ ન કરતાં, નહીંતર સ્વાસ્થ્યને થશે ભયંકર નુકસાન, જાણો કેટલીક ખરાબ ટેવો વિશે

Published By: Noor

Last Updated: 10:04 AM, 14 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણાં લોકોને પેટ ભરેલુ હોવા છતાં કંઈકને કંઈક ખાતા રહેવાની ખરાબ આદત હોય છે. જેના કારણે ભયંકર નુકસાન થાય છે અને સ્વાસ્થ્ય બગડે છે. ચાલો જાણીએ તેના વિશે.

ADVERTISEMENT

  • જમ્યા પછી ક્યારેય ન કરવા આ કામ
  • શરીરને રોગિષ્ટ બનાવે છે આ ટેવો
  • જમીને કેટલાક કામ ન કરવા જોઈએ

જો તમે વજન ઘટાડવાનુ વિચારી રહ્યા છો તો કેટલીક ભૂલો કરવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને જમીને કેટલાક કામ ન કરવા જોઈએ. તેનાથી ઓવરઈટિંગ તો થાય જ છે, સાથે જ પાચનને લગતા રોગ પણ થાય છે, પેટ ખરાબ રહે છે અને અનેક સમસ્યા પેદા થાય છે. જેથી આવી ખરાબ ટેવોથી દૂર રહેવું જોઈએ. 

ચા/કોફી ટાળો

ઘણી વાર જમ્યા બાદ આપણને ઘેન જેવુ લાગતુ હોય છે અને તેથી આપણે ચા કે કોફી પીવાનું વિચારતા હોઈએ છે પણ તમારે એ ટાળવું જોઈએ કારણ કે ચા કે કોફીમાં ઉંચા પ્રમાણમાં એસિડ રહેલુ હોય છે જે ખોરાકને પચવામાં અવરોધ ઉભો કરે છે. ઘેન દૂર કરવા તમે પાણી પી શકો.

ફળો ના ખાવા

લોકો વિચારે છે કે જમ્યા પછી ફળો ખાવાથી વજન ઘટે છે પણ તે તદ્દન ખોટું છે. જમ્યા પછી ફળો ખાવાથી પેટમાં હવા ભરાઈ જાય છે. માટે જમ્યા પછી 1-2 કલાક પછી અથવા જમવાના 1 કલાક પહેલા ફળો ખાવા.

ધૂમ્રપાન ટાળો

બપોરનો સમય બધ માટે આરામનો સમય હોય છે જ્યારે લોકો ધૂમ્રપાન કરતા કરતા ગપ્પા મારતા હોય છે પણ શું તમે જાણો છો કે જમ્યા પછી તરત જ ધૂમ્રપાનથી સ્વાસ્થ્યને કેટલું નુકસાન થાય છે. જમ્યા પછી તરત જ પીવાતી એક સિગારેટ 10 સિગારેટ જેટલુ નુકસાન કરે છે.

તરત જ સૂવું નહીં

ઘણાં લોકોને જમીને આળસ આવવા લાગે છે અને તરત ઊંઘ આવે છે. પણ ભૂલથી પણ જમીને સૂવું નહીં. તે તમારા સ્વાસ્થ્ય અને શરીર માટે નુકસાનકારક છે. તેનાથી પાચન ક્રિયામાં અવરોધ પેદા થાય છે અને પેટની તકલીફો થવા લાગે છે. 

ખાઈને કસરત ન કરવી

જમીને તરત જ અથવા એકાદ કલાકમાં પણ ભૂલથી પણ કોઈ શારીરિક શ્રમ કે કસરત ન કરવી. તેનાથી શરીરને ભયંકર નુકસાન થાય છે. હમેશાં જમીને 3-4 કલાક પછી જ કસરત કરવી. જમીને તરત કસરત કરવાથી બેચેની, ગભરામણ જેવી સમસ્યાઓ થઈ શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Avoid Lunch smoking tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ