બ્રેકિંગ ન્યુઝ
આજકાલ બેરોજગારી વધી રહી છે ત્યારે બેરોજગારીના આ યુગમાં દરેક વ્યક્તિને નોકરી જોઈએ છે અને મોટાભાગના લોકોને સરકારી નોકરી જોઈતી હોય છે. ત્યારે લોકો વિચારે છે કે સરકારી નોકરી મળે તો જીવન સેટ થઈ જાય. મતલબ કે મોટાભાગના લોકો સરકારી નોકરી મેળવવા માંગે છે જેથી તેઓ સુખી જીવન જીવી શકે. પરંતુ આજના યુગમાં સરકારી કે ખાનગી કોઈપણ પ્રકારની નોકરી મેળવવી સરળ નથી. સખત મહેનત કરવા છતાં ક્યારેક કોઈ કારણસર સફળતા મળતી નથી. આ માટે જ્યોતિષમાં અનેક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. જો તમે સારી સરકારી નોકરી મેળવવા માંગતા હોવ તો મહેનતની સાથે સાથે કેટલાક સરળ ઉપાય પણ કરો. જ્યોતિષના આ ઉપાયો તમને નોકરી મેળવવામાં ઘણી મદદ કરશે.
ADVERTISEMENT
સારી સરકારી નોકરી મેળવવા માટે તમારા ઘરમાં પવનમાં ઉડતા હનુમાનજીની તસવીર લગાવો. આ સાથે મંગળવારે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરો. કોઈપણ મહિનામાં મંગળવારથી શરૂ કરીને 40 દિવસ સુધી દરરોજ ખુલ્લા પગે બજરંગબલીના મંદિરમાં જાઓ અને તેમને લાલ ગુલાબ ચઢાવો.
ADVERTISEMENT

ADVERTISEMENT
સરકારી નોકરી મેળવવાના ઉપાયની વાત કરીએ તો કોઈપણ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની એવી તસવીર ઘરમાં લગાવો, જેમાં તેમની સૂંઢ જમણી તરફ વળેલી હોય. વિઘ્નહર્તા ભગવાન ગણેશની પૂજા કરો. તેમની આગળ લવિંગ અને સોપારી અર્પણ કરો. ઈન્ટરવ્યુ માટે જતી વખતે તે લવિંગ અને સોપારી સાથે લઈ જાવ, તમારા બધા કામ પૂરા થશે.
ADVERTISEMENT
જો તમે ઈચ્છિત કાર્ય કરવા ઈચ્છો છો તો ભગવાન શિવની પૂજા કરો. દર સોમવારે ભગવાન શિવના મંદિરમાં જઈને કાચું દૂધ અને આખા ચોખા ચઢાવો. ભગવાન શિવને તમારા મનની વાત કરો. આમ કરવાથી તમારી નોકરીમાં આવતી બધી સમસ્યાઓ દૂર થઈ જશે.
વધુ વાંચો: હનુમાન જયંતિ પર શનિ બનાવશે દુર્લભ સંયોગ, આ રાશિના લોકો પર સાડા સાતીની પ્રભાવ ઘટશે
ADVERTISEMENT
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.