ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / ashok gehlot accused sachin pilot of doing meeting with amit shah

આગ હજુ ઠરી નથી / અમિત શાહના ઘરે થઈ હતી બેઠક: પાયલટ પર ગેહલોતનો પ્રહાર

Published By: Jaydeep Shah

Last Updated: 01:17 PM, 2 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સચિન પાયલટનું નામ લીધા વગર અમિત શાહના ઘરે મિટિંગ કરી હોવાના આરોપ લગાવ્યા.

ADVERTISEMENT

  • સચિન પાયલટ પર ગેહલોતે લગાવ્યા આરોપ 
  • પાયલતનું નામ લીધા વગર અમિત શાહનાં ઘરે બેઠક કરી હોવાના આરોપ 
  • પાયલટે 2020માં બળવો કરીને ગેહલોત સરકારને મુશ્કેલીમાં મૂકી હતી 

સચિન પાયલટ પર ગહલોતે લગાવ્યા આરોપ 

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે એકવાર ફરી સચિન પાયલટનાં બળવાને યાદ કર્યો છે. તેમણે કહ્યું કે તેમની સરકારને પાડવા માટે અમિત શાહનાં ઘરમાં મિટિંગ થઈ હતી. આ વાર સૌ  જાણે છે. તે મિટિંગમાં અમુક ધારાસભ્ય પણ ગયા હતા. ગહલોતે એમ પણ કહ્યું કે અમિત શાહનાં ઘરે તે સમયે ધર્મેન્દ્ર પ્રધાન અને ઝફર ઇસ્લામ પણ હાજર હતા. 

સચિન પાયલટનું નામ લીધા વગર ગહલોતે કહ્યું કે અમિત શાહ અમારા ધારાસભ્યોને મીઠાઇ ખવડાવી રહ્યા હતા. આખરે સત્યની જ જીત થઈ. અમારી સરકાર બચી ગઈ. અમે કેવી રીતે ભૂલી શકીએ કે સરકાર બચાવનાર ધારાસભ્યોને. 102 ધારાસભ્યોને કેવી રીતે ભૂલી શકું. હું અહીં રહું કે ન રહું એ અલગ વાત છે. હું ધારાસભ્યોનો વાલી છું. આજે બે-ચાર ધારાસભ્યો મારી વિરુદ્ધ ટિપ્પણી કરે તો પણ મને વાંધો નથી.

રાજસ્થાનમાં સરકાર ન પડવા દીધી 
સીએમ ગેહલોતે કહ્યું કે ધારાસભ્યોને 10-10 કરોડ રૂપિયા મળી રહ્યા હતા. હોટલથી બહાર જવા પર જ 10 કરોડની ઓફર હતી. ત્યાર બાદ ઘણી વાર સ્થિતિ બદલાઈ જાય છે. અમુક લોકો બદલાઈ જાય છે, પણ હું તેમનું ઋણ ન ભૂલી શકું. ગહલોત આગળ કહે છે કે બીજેપી દેશમા ધારાસભ્યોનાં વેપારની રમત રમે છે. ભાજપના લોકો લોકશાહીના હત્યારા છે.

તેમણે કહ્યું કે મધ્યપ્રદેશ અને કર્ણાટકની સરકાર બદલાવી નાંખી. મહારાષ્ટ્રની સરકાર બદલાવી નાંખી. રાજસ્થાનમાં તેમનું ન ચાલ્યું, કેમકે અમને જનતાનો સાથ હતો. ગેહલોત કહે છે કે મને જનતાનાં ફોન આવતાં હતા, 3 મહિના પણ હોટલમાં રહેવું પડે તો રહો, પણ મજબૂત રહો. 

જણાવી દઈએ કે સચિન પાયલટે 2020માં બળવો કરીને ગેહલોત સરકારને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. ગેહલોત કેમ્પના ધારાસભ્યો ગુડગાંવના માનેસરમાં એક હોટલમાં રોકાયા હતા.

અમુક નિર્ણયો માનવા પડે છે : ગેહલોત 
શું કોંગ્રેસ હાઈકમાન્ડ 102 ધારાસભ્યોનું સન્માન નથી કરી રહ્યું? તેના જવાબમાં સીએમ ગેહલોતે કહ્યું કે ઘણી વખત અમુક કારણોસર એવા નિર્ણયો લેવામાં આવે છે, જેમને માનવા પડે છે. મને ખબર નથી કે આ નિર્ણય કયા સંજોગોમાં લેવામાં આવ્યો છે, હું તેના પર જવા માંગતો નથી. હું કોઈને દોષ આપતો નથી.

સંકળાયેલા મુદ્દાઓ

ashok gehlo

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ