બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
બોલિવુડ એક્ટર સલમાન ખાનના ઘરમાં એક વખત ફરી શરણાઈ વાગશે. એક્ટર પ્રોડ્યુસર અરબાઝ ખાન 56 વર્ષની ઉંમરે મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્ન 24 ડિસેમ્બરે ફેમિલી અને ક્લોઝ ફ્રેન્ડ્સની હાજરીમાં થઈ શકે છે.
ADVERTISEMENT
કોણ છે શુરા ખાન?
શુરા બોલિવુડ એક્ટ્રેસ રવીના ટંડન અને તેમની દિકરી રાશાની પર્સનલ મેકઅપ આર્ટિસ્ટ છે. અરબાઝ સાથે તેમની મુલાકાત ફિલ્મ પટના શુક્લાના સેટ પર થઈ હતી. બન્ને એક બીજાને લઈને ખૂબ જ સીરિસ છે. અને હવે જલ્દી જ લગ્ન કરવા માંગે છે.
ADVERTISEMENT
થોડા સમય પહેલા જ જોર્જિયા સાથે થયું છે બ્રેક-અપ
અરબાઝ અત્યાર સુધી મોડલ જોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યા હતા. જોકે 4 વર્ષ રિલેશનશિપમાં રહેવાના બાદ થોડા સમય પહેલા જ બન્નેનું બ્રેક અપ થયું છે. તેની પુષ્ટી જોર્જિયા પણ પોતાના ઘણા ઈન્ટરવ્યૂઝમાં કરી ચુકી છે.
ADVERTISEMENT
1998માં મલાઈક સાથે કર્યા હતા લગ્ન
અરબાઝે આ પહેલા 1998માં મોડલ-એક્ટ્રેસ મલાઈકા અરોડા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 19 વર્ષ બાદ 2017માં બન્નેના ડિવોર્સ થઈ ગયા હતા. અરબાઝ અને મલાઈકાનો 21 વર્ષનો દિકરો અરહાન ખાન છે. મલાઈકા હાલ ફિલ્મમેકર બોની કપૂરના દિકરા અને એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.