ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / alleged baba took samadhi in a pit but police saved him

ઉત્તરપ્રદેશ / છ ફૂટ ઊંડા ખાડામાં દટાયા હતા બાબા, નવરાત્રિમાં લેવા જતા હતા સમાધિ, પોલીસે આવીને જુઓ શું કર્યું

Published By: Jaydeep Shah

Last Updated: 10:40 AM, 28 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશમાં એક વ્યક્તિ 6 ફૂટ ઊંડા ખાડામાં સમાધિ લઇ રહ્યો હતો એવામાં પોલીસે આવીને તેને બચાવી લીધો.

ADVERTISEMENT

  • એક યુવક 6 ફૂટ ઊંડા ખાડામાં સમાધી લઇ રહ્યો હતો 
  • પોલીસે આવીને તેને બચાવી લીધો 
  • ઉત્તરપ્રદેશની ઘટના

એક યુવક 6 ફૂટ ઊંડા ખાડામાં સમાધી લઇ રહ્યો હતો 

ઉન્નાવ જીલ્લામાં આસીવન ક્ષેત્રમાં ગામ તાજપુરમાં એક કથિત બાબાએ નવરાત્રીમાં અમૂક લોકોનાં કહેવા પર જમીનમાં ખાડો ખોદીને સમાધી લેવાનો પ્રયાસ કર્યો. ઘટનાની સૂચના પોલીસ સુધી પહોંચી અને ખાડામાંથી પોલીસે વ્યક્તિને બહાર કાઢ્યો. પોલીસે આ મામલામાં 4 લોકોને અરેસ્ટ કર્યા અને પૂછપરછ ચાલી રહી છે. 

પોલીસે આવીને તેને બચાવી લીધો 

પોલીસે કહ્યું કે લખનૌથી 45 કિલોમીટર દૂર ઉન્નાવ જીલ્લામાં તાજપુર ગામના ત્રણ પુજારીઓએ પૈસા કમાવાની આશામાં એક યુવકને ભૂમીગત સમાધી લેવા માટે તૈયાર કર્યો. આ સૂચના મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી અને યુવકને બહાર કાઢ્યો. ઘટનાના એક વિડીયોમાં, પોલીસને ગંદકીને દૂર કરતા જોઈ શકાય છે, જેની નીચે વ્યક્તિને દફનાવવામાં આવ્યો હતો. 

ઉત્તરપ્રદેશની ઘટના

સ્થાનિક લોકોનું કહેવું છે કે હિંદુ તહેવાર નવરાત્રી દરમિયાન પૈસા ભેગા કરવાની લાલચમાં આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું.  તાજપુર નિવાસી શુભમ ગોસ્વામીએ નવરાત્રી દરમિયાન 6 ફૂટ ઊંડા ખાડામાં સમાધી લઇ લીધી હતી. ગોસ્વામીનાં પિતા વિનીત ગોસ્વામીનાં ખાડો ખોદવામાં સામેલ હોવાની વાત  સામે આવી રહી છે. 

પોલીસે શુભમ ગોસ્વામી અને પૂજારી મુન્નાલાલ અને શીવકેશ દીક્ષિતને અરેસ્ટ કર્યા છે. ગોસ્વામીને સારવાર બાદ અદાલતમાં પેશ કરવામાં આવ્યો, જ્યાંથી તેને જેલ મોકલવામાં આવ્યો છે. હાલમાં પોલીસ મામલાની તપાસ કરી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News Uttarpradesh ઉત્તરપ્રદેશ Uttarpradesh

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ