બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ચૂંટણી 2019 / All-party meeting on one nation, one election Rajnath Singh

રાજનીતિ / વન નેશન, વન ઈલેક્શન: બેઠકમાં 24 પક્ષોની હાજરી, રાજનાથે કહ્યું મોટા ભાગના સમર્થનમાં, જાણો હવે શું?

vtvAdmin

Last Updated: 11:02 AM, 20 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક દેશ એક ચૂંટણીના મુદ્દાને લઇને એક કમિટી બનાવવામાં આવશે, જે આના તમામ પક્ષો પર વિચાર કરીને પોતાનો રિપોર્ટ આપશે. આ નિર્ણય પીએમની અધ્યક્ષતામાં યોજાયેલ સર્વદળીય બેઠકમાં થયો છે. બેઠક બાદ મીડિયા સાથે વાતચીતમાં રક્ષા મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે, 24 પક્ષોનું પ્રતિનિધિત્વ રહ્યું.

તેમણે વધુમાં કહ્યું કે, લગભગ તમામ પાર્ટીઓએ એક દેશ એક ચૂંટણીના મુદ્દાને લઇને પોતાનું સમર્થન આપ્યું છે. રક્ષામંત્રીએ કહ્યું કે બેઠકમાં માત્ર સીપીઆઇ અને સીપીએમએ અમલીકરણને લઇને શક્યતાઓ વ્યક્ત કરી છે. જોકે આ બન્ને પાર્ટીઓએ પણ આ મુદ્દાનો વિરોધ નથી કર્યો. જણાવી દઇએ કે સરકાર તરફથી 40 પાર્ટીઓને બેઠકમાં બોલવવામાં આવી હતી. કોંગ્રેસ, એસપી, બીએસપી, આમ આદમી પાર્ટી, ટીએમસી જેવી કેટલીક પાર્ટીઓ આ બેઠકમાં સામેલ ન થઇ.

રક્ષામંત્રીએ બેઠકમાં એ પણ નિર્ણય લેવાયો છે કે આ સંબંધમાં એક કમિટીની રચના કરવામાં આવશે. જે નિર્ધારિત સીમામાં આનાથી જોડાયેલ તમામ પક્ષો પર વિચાર કરવાની સલાહ આપશે. કમિટી બનાવવાનું કામ પીએમ તરફથી થશે.

રાજનાથસિંહે કહ્યું કે આ બેઠક દરમિયાન પીએમએ પોતાના સંબોધનમાં કહ્યું કે બેઠકમાં રજૂ કરવામાં આવેલ મુદ્દા સરકારના એજન્ડા નથી, પરંતુ દેશના એજન્ડા છે. રાજનાથસિંહે કહ્યું કે તમામ પક્ષોને વિશ્વાસમાં લઇને અમે આગળ વધીશું. જો વિચારમાં કોઇ મતભેદ હશે તો તેમનું પણ સમ્માન કરવામાં આવશે. બેઠકમાં 21 પાર્ટીઓના અધ્યક્ષ હાજર રહ્યા હતા, સાથે જ 3 પાર્ટીઓના અધ્યક્ષો વ્યસ્તતાના કારણે બેઠકમાં ન આવી શક્યા,પરંતુ તેમણે પત્રના માધ્યમથી આ મુદ્દાઓ પર પોતાના વિચારો રાખ્યા. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ આવેલા તમામ સૂચનોની પ્રશંસા કરી.

સંકળાયેલા મુદ્દાઓ

All party meeting PM modi Rajnath Singh politics
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ