ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
અક્ષય કુમારે ટ્વિટર પર એક વીડિયો શૅર કરીને લખ્યું - ઘણા સમયથી મનમાં કંઈક હતું, પરંતુ સમજી શક્યો નહીં કે શું બોલવું, કોને કહેવું. આજે વિચાર્યું કે મારે તમારી સાથે શૅર કરવું જોઈએ. #DirectDilSe.
ADVERTISEMENT
અક્ષય કુમારે વીડિયો શેર કર્યો
વીડિયોમાં અક્ષય કુમારે કહ્યું - 'આજે હું ભારે હૃદયથી તમારી સાથે વાત કરું છું. છેલ્લાં કેટલાંક અઠવાડિયામાં મનમાં ઘણું બધું આવ્યું છે, પરંતુ દરેક બાજુ એટલી નકારાત્મકતા છે કે શું, કેટલું અને કોનું બોલવું તે સમજાતું નથી. ભલે અમે સ્ટાર્સ ગણાઈએ છીએ, પણ તમે તમારા પ્રેમથી બોલીવુડને બનાવ્યું છે. અમે ફક્ત એક ઈન્ડસ્ટ્રી નથી, અમે ફિલ્મો દ્વારા વિશ્વના દરેક ખૂણામાં આપણી સંસ્કૃતિને આપણા મૂલ્યો સુધી લઈ ગયા છીએ.
ADVERTISEMENT
'જ્યારે પણ આપણા દેશના લોકોની ભાવનાઓની વાત આવે છે, તમે જે કંઈ અનુભવો છો, ફિલ્મોએ તેને આટલા વર્ષોથી બતાવવાનો પ્રયાસ કર્યો. ભલે તે એન્ગ્રીયંગમેન વાળો ગુસ્સો હોય, અથવા ભ્રષ્ટાચાર, ગરીબી, બેકારી, સિનેમાએ દરેક મુદ્દાને પોતાની રીતે બતાવવાનો પ્રયાસ કર્યો છે.
Bahot dino se mann mein kuch baat thi lekin samajh nahi aa raha tha kya kahoon, kisse kahoon. Aaj socha aap logon se share kar loon, so here goes... #DirectDilSe 🙏🏻 pic.twitter.com/nelm9UFLof
— Akshay Kumar (@akshaykumar) October 3, 2020
ADVERTISEMENT
સુશાંતના નિધન બાદ ઘણા મુદ્દાઓ સામે આવ્યા હતા: અક્ષય
ADVERTISEMENT
અક્ષયે આગળ કહ્યું- આવામાં તમારા આજના સેન્ટીમેન્ટમાં ગુસ્સો છે તો તે ગુસ્સો પણ અમે માથે ચડાવીએ છીએ. સુશાંત સિંહ રાજપૂતના અચાનક નિધન બાદ એવી સમસ્યાઓ સામે આવી છે જેને અમને પણ એટલું દર્દ આપ્યું છે જેટલું તમને થયું છે. આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એવી ઘણી ખામીઓને જોવા મજબૂર થયા છીએ જેના પર ધ્યાન આપવું જરૂરી છે.
"આજકાલ નાર્કોટિક્સ અને ડ્રગ્સની વાત કરવામાં આવી રહી છે. આજે દિલ પર હાથ રાખીને તમારાથી ખોટું કેવી રીતે બોલી શકું કે આ સમસ્યા એક્ઝિટ નથી કરતી. જરૂર છે આ સમસ્યા. જેમ દરેક ઉદ્યોગમાં અને દરેક વ્યવસાયમાં હોય છે. પરંતુ દરેક પ્રોફેશનનો દરેક માણસ તેમાં સંકળાયેલો હોય એવું તો ન હોઈ શકે ને.
ADVERTISEMENT
અક્ષયે કહ્યું- 'મારું માનવું છે કે કાયદો અમલીકરણ, સત્તા અને અદાલત આ અંગે જે કંઇ પણ તપાસ કરી રહી છે, જે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે, તે એકદમ યોગ્ય રહેશે. અને હું એ પણ જાણું છું કે ફિલ્મ ઉદ્યોગમાં દરેક વ્યક્તિ તેમની સાથે સંપૂર્ણ સહયોગ કરશે. પરંતુ કૃપા કરીને હાથ જોડું છું અને કહું છે, આવું ન કરો કે પૂરી ઈન્ડસ્ટ્રીને એક જ બદનામ દુનિયાની નજરોથી જોવામાં આવે. આ યોગ્ય નથી અને ખોટું છે.
સંકળાયેલા મુદ્દાઓ