ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / અજિત પવારના દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બે દિવસ પહેલાં સુરતમાં લેન્ડિંગ, VVIP મુંબઇથી સુરત આવ્યા
Last Updated: 06:39 PM, 29 January 2026
ADVERTISEMENT
Surat News: મહારાષ્ટ્રમાં અજિત પવાર જે પ્લેનમાં દુર્ઘટનાનો ભોગ બન્યા તે પ્લેનનું બે દિવસ અગાઉ સુરતમાં લેન્ડિંગ થયાની વાત સામે આવી રહી છે. સુરતમાં ચાલી રહેલી ISPL જોવા માટે કેટલાક સેલિબ્રિટીઝ પણ આ વિમાનમાં આવ્યા હતા.
ADVERTISEMENT
મહારાષ્ટ્રના ડેપ્યુટી મુખ્યમંત્રી અને દાદાના નામથી જાણિતા અજિત પરવાર બુધવારે બારામતી એરપોર્ટ પર પ્લેન ક્રેશ થતા મૃત્યુ પામ્યા છે. આજે તેમના અંતિમ સંસ્કાર રાજકિય સન્માન સાથે કરવામાં આવ્યા છે. અજિત પવાર જે પ્લેનમાં સવાર હતા અને દુર્ઘટના બની છે એ પ્લેનનું સુરત કનેકશન સામે આવ્યુ છે. આજ વિમાનમાં સુરતમાં રમાઈ રહેલી ISPLની એક ક્રિકેટ ટીમના ઓનરનો પરિવાર બે દિવસ અગાઉ સુરત આવ્યો હોવાનું કહેવાય છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ઉદ્યોગપતિ વસંત-ચુનીભાઈ ગજેરાના ઠેકાણા પર પડ્યાં ITના દરોડા, 30 જગ્યાએ સર્ચ
સુરતમાં ISPL ટુર્નામેન્ટ માટે એક ટીમના ઓનરનો પરિવાર આજ પ્લેનમાં સુરત આવ્યો હોવાની વાત ચાલી રહી છે. VSR વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના મિડ સાઇઝ બિઝનેસ ચાર્ટર્ડ જેટ લિવરેજટ-45 વિમાન 25 અને 26 જાન્યુઆરીએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યું હતું. આ વિમાન મુંબઇથી સવારે સુરત આવ્યું હતું અને રાત્રે સુરતથી મુંબઇ તરફ ટેક-ઓફ થયું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ