બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / મુંબઈ / Air India has unveiled its new logo and design, the name is - The Vista

Air India New Logo / એર ઈન્ડિયાએ પોતાનો નવો લોગો અને ડિઝાઇન કરી જાહેર, નામ છે- ધ વિસ્ટા

Vishal Khamar

Last Updated: 11:31 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એર ઈન્ડિયાએ પોતાનાં લોગોનાં ભાગમાં એયર ઈન્ડિયાએ લાલ, સફેદ અને જાંબલી કલરને યથાવત રાખ્યા છે. નવા લોગોનું નામ ધ વિસ્ટા હશે. ટાટા સન્સનાં ચેરમેન ચંદ્રશેખરે કહ્યું કે નવો લોગો ઘણી બધી સંભાવનાઓ અને આત્મવિશ્વાસને દર્શાવે છે.

  • એર ઈન્ડિયાએ નવો લોગો લોન્ચ કર્યો
  • નવો લોગો અને ડિઝાઈન બહાર પાડી
  • નવા લોગોનું નામ 'ધ વિસ્ટા' હશે
  • ડિસેમ્બરમાં નવો લોગો જોવા મળશે પ્લેનમાં 

ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇન એર ઇન્ડિયાએ ગુરુવારે તેના નવા લોગો અને ડિઝાઇનનો ખુલાસો કર્યો હતો. એર ઈન્ડિયાએ તેના લોગોના ભાગ રૂપે લાલ, સફેદ અને જાંબલી રંગો યથાવત રાખ્યા છે. નવા લોગોનું નામ 'ધ વિસ્ટા' હશે. એરલાઈને તેની નવી ટેલ ડિઝાઈન અને થીમ સોંગ પણ જાહેર કર્યું. ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે નવો લોગો ઘણી બધી સંભાવનાઓ અને આત્મવિશ્વાસ દર્શાવે છે. એર ઈન્ડિયાએ ગુરુવારે સાંજે એક લાઈવ કાર્યક્રમમાં તેના નવા લોગો પણ જાહેર કર્યો છે.

એર ઈન્ડિયા ટાટા ગ્રુપ માટે  એક વ્યવયાસ નથી. પરંતું એક જુસ્સો છેઃએન ચંદ્રશેખર

એર ઇન્ડિયાનો નવો લોગો એરલાઇનની નવી ઓળખ છે. નવા લોગોના લોન્ચ દરમિયાન ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને કહ્યું કે એર ઈન્ડિયા ટાટા ગ્રુપ માટે  એક વ્યવયાસ નથી. પરંતું એક જુસ્સો છે અને આ જુસ્સો એક રાષ્ટ્રીય મિશન છે. ટાટા સન્સના ચેરમેને કહ્યું કે એર ઈન્ડિયાને વર્લ્ડ ક્લાસ એરલાઈન બનાવવાની શરૂઆત હમણાં જ થઈ છે.  કાર્યક્રમ દરમિયાન ચંદ્રશેખરને કહ્યું, "આજે તમે અહીં જે નવો લોગો જુઓ છો.  વિસ્ટાએ ઐતિહાસિક રીતે ઘણી બધી શક્યતાઓ, પ્રગતિ અને આત્મવિશ્વાસને દર્શાવે છે." કાર્યક્રમ દરમિયાન ચંદ્રશેખરને કહ્યું કે એર ઈન્ડિયાએ તેની પુનઃશરૂઆત ઘણી બધી સંભાવનાઓ અને આત્મવિશ્વાસ સાથે કરી છે. તેમણે કહ્યું કે 15 મહિનાની સફરમાં અમે એર ઈન્ડિયાને શ્રેષ્ઠ અનુભવ, ટેકનોલોજી, ગ્રાહક સેવા અને સેવા સાથે વિશ્વની શ્રેષ્ઠ એરલાઈન બનાવવા માંગીએ છીએ. છેલ્લા 12 મહિનામાં અમે અમારા તમામ પરિમાણોમાં સુધારો કર્યો છે.

અમારા વિમાનોના સમારકામ માટે લગભગ $400 મિલિયનનો ખર્ચ કર્યોઃકેમ્પબેલ વિલ્સ

નવા લોગોના લોન્ચ દરમિયાન સીઈઓ કેમ્પબેલ વિલ્સને કહ્યું કે વિમાનની કંપની પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. આપણે હજી ઘણી લાંબી મુસાફરી કરવાની છે.  અમે શાનદાર શરૂઆત કરી છે. કાર્યક્રમ દરમિયાન, તેમણે એમ પણ કહ્યું કે અમે અમારા વિમાનોના સમારકામ માટે લગભગ $400 મિલિયનનો ખર્ચ કર્યો છે. "લોગો લોન્ચ કરવા સાથે, એર ઈન્ડિયા માટે એક નવી વેબસાઈટ અને નવી મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી હતી. આ વર્ષના અંત સુધીમાં એક નવું ગ્રાહક સંભાળ સેટઅપ પણ મૂકવામાં આવશે," તેમણે ઉમેર્યું. ઉપરાંત, વિલ્સને કહ્યું કે મહારાજા આઇકન દાયકાઓથી એર ઇન્ડિયાના માસ્કોટ છે અને એરલાઇનની મુસાફરીનો એક ભાગ બની રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

AIR INDIA LOGO Air India Tata Group એર ઈન્ડિયા એર ઈન્ડિયાનો લોગો ટાટા ગ્રુપ INDIA
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ