બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / Video: અમદાવાદ સ્ટેશન પર ત્રીજે માળે આવશે બુલેટ ટ્રેન, પહેલીવાર અંદરથી જુઓ કેવી રીતે બની રહ્યું છે અત્યાધુનિક સ્ટેશન

VTV વિશેષ / Video: અમદાવાદ સ્ટેશન પર ત્રીજે માળે આવશે બુલેટ ટ્રેન, પહેલીવાર અંદરથી જુઓ કેવી રીતે બની રહ્યું છે અત્યાધુનિક સ્ટેશન

Vishal Khamar

Last Updated: 05:42 PM, 7 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ - મુંબઈ બુલેટ ટ્રેન ક્યારથી શરૂ થશે એની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, અને અમદાવાદના સાબરમતીમાં બુલેટ ટ્રેનનું સ્ટેશન બનવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સાબરમતી મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ કે જ્યાંથી AMTS, BRTS, Metro અને રેલવે બધું જ એક જ જગ્યાએથી પકડી શકાશે, તેના પહેલીવાર અંદરના દ્રશ્યો વીટીવી લઈને આવ્યું છે, સાથે જ પહેલીવાર અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે અમદાવાદના બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ ક્યાં પહોંચ્યું છે?

અમદાવાદ - મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થવાની છે, જે ભારતની પહેલી બુલેટ ટ્રેન હશે. લાંબા સમયથી ચાલી રહેલા આ પ્રોજેક્ટના જુદા જુદા વીડિયોઝ સમયાંતરે સામે આવતા હોય છે. પરંતુ આજે પહેલીવાર VTVGujarati.com અમદાવાદના બુલેટ ટ્રેન સ્ટેશનના પહેલા દ્રશ્યો આપની માટે લઈને આવ્યું છે. સાબરમતી મલ્ટી ટ્રાન્સપોર્ટ હબની પાછળ નિર્માણ પામી રહેલા અમદાવાદના બુલેટ ટ્રેન સ્ટેશનમાં શું હશે, કેવી ડિઝાઈન હશે, ક્યાંથી ટ્રેન મળશે, એ તમામ માહિતી પહેલીવાર VTVGujarati.com ખાસ તમારા માટે લઈને આવ્યું છે.

બુલેટ ટ્રેનને લઈને સૌથી વધુ એક્સાઈટમેન્ટની વાત એ છે કે આ હાઈ સ્પીડ રેલવે 2 કલાક અને 7 મિનિટમાં જ અમદાવાદથી મુંબઈ પહોંચાડી દેશે. 2026 સુધીમાં અમદાવાદથી મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન કાર્યરત થઈ જશે. આ રૂટ પર કુલ 12 સ્ટેશન રહેશે, જેમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલિમોરા, તાપી, બોઈસર, વિરાર, થાણે તેમજ મુંબઈનો સમાવેશ થાય છે.

જો તમે અમદાવાદી છો, તો તમે સાબરમતી સ્થિત પાવર હાઉસ પાસેથી પસાર થયા હશો, તો એની સામે જ એક નવું નક્કોર ચમકતું બિલ્ડિંગ જોયું હશે. જો કે, આ બિલ્ડિંગ બુલેટ ટ્રેનનું સ્ટેશન નથી, પરંતુ આ છે સાબરમતી મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ. જ્યાંથી બુલેટ ટ્રેનમાં મુસાફરી કરતા દરેક વ્યક્તિને AMTS, BRTS, Metro અને વેસ્ટર્ન રેલવેની દરેક ટ્રેન મળી જશે. આ સાબરમતી મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ ઘણી રીતે ખાસ છે. સાબરમતી મલ્ટી ટ્રાન્સપોર્ટ હબને સાત માળનું બનાવવામાં આવ્યું છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર તેમજ પહેલા માળે પાર્કિગની વ્યવસ્થ કરવામાં આવી છે. ત્યારે બે માળનાં પાર્કિગમાં કુલ 1300 વાહનો પાર્ક થઈ શકે છે. જેમાં ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહનો પાર્ક થઈ શકશે. ત્રીજા માળની વાત કરીએ તો ત્રીજા માળને મેટ્રો સ્ટેશન તેમજ બીઆરટીએસ, એએમટીએસ સાથે જોડવામાં આવ્યો છે. જેથી મુસાફરો ફૂટ ઓવર વોક થઈ એક્સીલેટર મારફતે મુસાફરો સીધા કોરિડર મારફતે બુલેટ ટ્રેનનાં સ્ટેશને પહોંચી શકશે. આ ઉપરાંત આ ટ્રાન્સપોર્ટ હબની સીલિંગને સાબરમતી નદીના વેવ્ઝની થીમ પર ડિઝાઈન કરવામાં આવી છે, જે જોવામાં અત્યંત સુંદર લાગી રહ્યું છે.

સાબરમતી મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ ખાતે સ્ટેપ ગાર્ડન પણ બનાવવામાં આવેલ છે. આ ગાર્ડનમાં મુસાફરો શાંતિથી બેસી શકે તે માટેની સારી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ગાર્ડનની અંદર અનેક સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે. બુલેટ ટ્રેન સ્ટેશનને જોડતા મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ ખાતે મુસાફરો માટે રહેવાની તેમજ ખરીદી કરી શકે તે માટે અને આરામ કરવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ ખાતે ફ્રૂડ કોર્ટ પણ શરૂ કરવામાં આવનાર છે. તેમજ મુસાફરો માટે વેઈટીંગ રૂમ પણ બનાવવામાં આવ્યા છે. જ્યાં મુસાફરો આરામ કરી શકે.

મલ્ટી ટ્રાન્સપોર્ટ હબને બે ભાગમાં વહેચવામાં આવ્યું છે. જેમાં બી વીંગમાં ત્રણ માળની હોટલ પણ બનશે. બહારગામથી આવતા મુસાફરો માટે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ ખાતે પરિવાર સાથે રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ. (NHSRCL) દ્વારા આગામી સમયમાં આ હોટલ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત સાબરમતી મલ્ટી ટ્રાન્સપોર્ટ હબની A વિંગમાં કોર્પોરેટ ઓફિસ પણ બનાવવામાં આવી છે. મોટી કોર્પોરેટ કંપનીઓને સરળતા રહે તે માટે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબમાં કોર્પોરેટ ઓફિસો માટે પણ જગ્યા રાખવામાં આવી છે. જ્યારે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબનાં સાતમા અને આઠમા માળે બુલેટ ટ્રેનનાં સંચાલન માટેની ઓફિસ છે. જ્યાંથી સાબરમતી-મુંબઈ વચ્ચે શરૂ થનાર બુલેટ ટ્રેનનું સમગ્ર સંચાલન કરવામાં આવનાર છે. સાબરમતી મલ્ટી ટ્રાન્સપોર્ટ હબમાં પીળા તેમજ કેસરી કલરનો ઉપયોગ કરવામાં આવેલ છે. જેમાં પીળો કલર સુખ તેમજ સમૃદ્ધિની નિશાની છે. જ્યારે કેસરી કલર શોર્યનું પ્રતિક છે. અહીં ખાસ વાત એ છે કે, સાબરમતી-મુંબઈ વચ્ચે શરૂ થનાર બુલેટ ટ્રેનનાં સંચાલન માટેનું સાબરમતી મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ જે હાલ સોલાર સિસ્ટમ પર ચાલી રહ્યું છે. ત્યારે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબમાં વીજ પુરવઠા માટે 750 કિલો વોટ વીજળીનો ઉપયોગ થઈ રહ્યો છે.

હવે મૂળ વાત આવે છે, અમદાવાદના બુલેટ ટ્રેન સ્ટેશનની. તો તમે હેડલાઈનમાં વાંચ્યુ હશે કે બુલેટ ટ્રેન છેક ત્રીજા માળે આવશે. આ કોઈ ટાઢા પહોરનું ગપ્પું નથી, અમારી ટીમે છેક ત્રીજા માળે જઈને, બની રહેલા સ્ટેશનના પ્લેટફોર્મ પર જઈ અધિકારીઓ સાથે વાત કરીને આ માહિતી મેળવી છે, જે તમે અહીં વીડિયોમાં પણ જોઈ શકો છો.

સાબરમતી મલ્ટી ટ્રાન્સપોર્ટ હબની બરાબર પાછળની બાજુ ચાર માળનું બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહ્યું છે, જેમાં દરેક માળ પર જુદી જુદી સુવિધાઓ હશે. હાલ પ્રથમ માળનું કામ મહદઅંશે પૂર્ણ થઈ ગયું છે. બુલેટ ટ્રેનનાં બીજા અને ત્રીજા માળનું કામકાજ હાલ ચાલી રહ્યું છે. પહેલો માળ બુલેટ ટ્રેનના ઓફિશિયલ્સ માટે રહેશે, બીજા માળેથી મુસાફરો અવરજવર કરી શક્શે. મલ્ટી ટ્રાન્સપોર્ટ હબમાંથી સીધા જ મુસાફરો આ બીજા માળે આવશે, અહીં જ ટિકિટ વિન્ડો પણ છે, જ્યાંથી ટિકિટ લઈ શકાશે. ત્રીજા માળ પર હાલ તો મજબૂત સળિયા જ દેખાઈ રહ્યા છે, જે જોઈને આ સ્ટેશન કેટલું મજબૂત હશે, તેનો અંદાજ લગાવી શકાય છે. આ જે સળિયા દેખાય છે, તે જ બુલેટ ટ્રેનનું એક્ચ્યુઅલ પ્લેટફોર્મ છે. ભારતની સૌથી પહેલી બુલેટ ટ્રેન અહીંયાથી ઉપડશે.

વધુ વાંચોઃ એક-બે નહીં, 40000 દર્દીઓની વ્હારે આવી ચૂક્યાં છે 'કેન્સર વોરિયર' ઉષાકાંત શાહ, કહાની એવી કે ગર્વ થશે

બુલેટ ટ્રેન મહારાષ્ટ્રનાં બાંદ્રાથી ઉપડીને 320 કિમી પ્રતિ કલાકની ગતિએ ચાલનાર હાઈ સ્પીડ ટ્રેનમાં મુસાફરી એક નવા બદલાવની શરૂઆત છે. ગુજરાતમાં બુલેટ ટ્રેનનાં આઠ સ્ટેશનો બની રહ્યા છે, જે દરેકની થીમ જુદી જુદી છે. સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનાં ચરખો કાંતતા થીમ પર બનશે. જ્યારે કાલુપુર બુલેટ ટ્રેન સ્ટેશનને કાઈટ ફૅસ્ટિવલ અને સીદી સૈયદની જાળીની થીમ પર બનશે. તો, આણંદનું સ્ટેશનને મિલ્ક સીટીની થીમ પર, વડોદરા સ્ટેશનન વડલાની થીમ પર, સુરત સ્ટેશન ડાયમંડ સીટીની થીમ પર બનાવવામાં આવ્યું છે. જ્યારે વલસાડ રેલવે સ્ટેશનને ફેમસ કેરીની થીમ પર બનાવવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bullet Train station Ahmedabad Mumbai Train Bullet Train
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ