ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ગૌહર ખાનની ની લવ લાઇફ વિશે એવા સમાચાર આવ્યા છે કે લાંબા સમય પછી, એક નવી વ્યક્તિએ તેના જીવનમાં પ્રવેશ કર્યો છે. ગૌહર ખાન વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે મ્યુઝિક કમ્પોઝર ઇસ્માઇલ દરબારના પુત્ર અને પ્રખ્યાત ટિકટૉટકર અને બ્લોગર ઝૈદ દરબારને ડેટ કરી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઝૈદે સોશિયલ મીડિયા પર ગૌહર ખાન સાથે ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા છે, ત્યારે અભિનેત્રીએ હજી સુધી બંનેનો કોઈ ફોટો શેર કર્યો નથી.
ઝૈદ દરબારે ઈન્સ્ટાગ્રામ પર ગૌહર ખાન સાથેનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં બંને ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
Pinkvilla વેબસાઈટના અહેવાલ મુજબ, ગૌહર અને ઝૈદ આ દિવસોમાં એક બીજા સાથે ઘણો સમય વિતાવી રહ્યા છે. આટલું જ નહીં, બંનેના પરિવારજનો એકબીજાના સંપર્કમાં પણ છે.
જો કે બંને સંબંધોને આગળ વધારવામાં કોઈ ઉતાવળ બતાવી રહ્યા નથી. ઝૈદ ગૌહર કરતા 11 વર્ષ નાનો છે. જો કે, બંનેએ હજી સુધી તેમના સંબંધોને સત્તાવાર બનાવ્યા નથી.
ADVERTISEMENT
પરંતુ, આ બંનેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઝૈદ એક ડાન્સરની સાથે સાથે એક પ્રખ્યાત ટિક ટોકર છે અને તે તાજેતરમાં જ છમીયા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળ્યો હતો.
તમને જણાવી દઈએ કે, આ પહેલા ગૌહર ખાન બિગ બોસ 7 ના સ્પર્ધક કુશલ ટંડનને ડેટ કરી રહ્યો હતો. પરંતુ બંનેના સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં.
આ શોમાં હતા ત્યારે બંને એક બીજાના પ્રેમમાં પડ્યાં હતાં, પરંતુ શોમાંથી બહાર નીકળ્યા બાદ જ તેમનો સંબંધ તૂટી ગયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ