બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Adding to the trouble of Maulana, who was a traitor in Junagadh
Last Updated: 11:52 AM, 9 February 2024
ADVERTISEMENT
ભડકાઉ ભાષણ આપવા મામલે મૌલાના મુફ્તી સલમાન અજહરીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. હાલમાં જ જૂનાગઢ જીલ્લાની અદાલતે એક મામલામાં જમાનત આપી દીધી છે. પરંતું હજુ તેમનો છોડવામાં આવ્યા નથી. મૌલાના હાલ પૂર્વ કચ્છ પોલીસની કસ્ટડીમાં છે. હાલ તેઓ ત્રણ દિવસના રિમાન્ડ પર છે.
અરવલ્લી પોલીસે કેસ નોંધ્યો
ત્રણ દિવસનાં રિમાન્ડ પૂર્ણ થતા પહેલા અરવલ્લી પોલીસે મૌલાના સામે વધુ એક કેસ નોંધ્યો છે. મૌલાના વિરૂદ્ધ 24 ડિસેમ્બર 2023 નાં રોજ ભડકાઉ ભાષણ આપવા મામલે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસનો પ્લાન છે કે મૌલાના કચ્છ જિલ્લાની પોલીસ કસ્ટડીમાંથી છૂટકાની સાથે જ અરવલ્લી પોલીસ મૌલાનીની ધરપકડ કરશે.
ADVERTISEMENT
મૌલાનાના ટ્રસ્ટ અને ફંડની હાલ તપાસ ચાલી રહી છે
એક તરફ મૌલાના મુફ્તી સલમાન અજહરીની ભડકાઉ ભાષણ આપવા બદલ ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ મૌલાનાના ટ્રસ્ટ અને તેઓનાં ફંડિગની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં આ મામલાની તપાસમાં શું સામે આવ્યું છે. તે બાબતે કોઈ જાણકારી આપવામાં આવી નથી. પરંતું પોલીસ આ કેસને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહી છે. તમને જણાવી દઈએ કે, એટીએસે મૌલાનાની રવિવારે મુંબઈથી ધરપકડ કરી હતી.
વધુ વાંચોઃ ગુજરાતમાં ફરી ઠંડી બેકાબુ: રાજ્યમાં 30 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જાણો ક્યાં કેટલી ડિગ્રી તાપમાન
ADVERTISEMENT
ભડકાઉ ભાષણ આપવાનો મામલો
મૌલાના મુફ્તી સલામાન અજહરી દ્વારા ભડકાઉ ભાષણ આપવા મામલે એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જે બાદ મૌલાનાને ટ્રાઝિસ્ટ રિમાન્ડ પર એટીએસ દ્વારા ગુજરાત લાવવામાં આવ્યો હતો. ત્યારે હાલ આ સમગ્ર કેસની તપાસ જૂનાગઢ પોલીસે અજહરીના 10 દિવસનાં રિમાન્ડ માંગ્યા હતા. પરંતું કોર્ટે અજહરીનાં બુધવાર સાંજે 4 વાગ્યા સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે બાદ અજહરીને પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.