ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને દિલ્હી વક્ફ બોર્ડના ચેરમેન અમાનતુલ્લાહ ખાન સાથે પૂછપરછની વચ્ચે એન્ટી કરપ્શન બ્યૂરોએ રાજધાનીમાં દરોડા પાડી રહી છે. અમાનતુલ્લાહ ખાનના ઘર સહિત 5 ઠેકાણા પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દરોડા દરમિયાન એક ઠેકાણેથી લાખો રૂપિયાની રોકડ અને લાયસન્સ વગરના હથિયાર પણ જપ્ત થયા છે.
દિલ્હી વક્ફ બોર્ડ સાથે જોડાયેલ બે વર્ષ જૂના કેસમાં અમાનતુલ્લાહને શુક્રવારે તપાસ માટે બોલાવ્યો હતો. તેમને બપોરે 12 કલાકે પૂછપરછ માટે બોલાવ્યો હતો. આ દરમિયાન પાંચ ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા. કહેવાય છે કે, અમાનતુલ્લાહ ખાનના બિઝનેસ પાર્ટનર હામિદ અલીના ઘરેથી વિદેશી પિસ્તોલ મળી છે. જેનું લાયસન્સ નથી. 12 લાક રૂપિયા રોકડા મળ્યા હોવાની વાત પણ સામે આવી છે. જામિયા, ઓખલા અને ગફુર નગર વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા છે.
ADVERTISEMENT
वक़्फ़ बोर्ड का नया दफ़्तर बनवाया है,
— Amanatullah Khan AAP (@KhanAmanatullah) September 15, 2022
हमें #ACB ने बुलाया है…
चलो फिर बुलावा आया है! pic.twitter.com/YAiumagPbc
ADVERTISEMENT
ઓખલાથી ધારાસભ્ય વિરુદ્ધ વર્ષ 2020માં દિલ્હી વક્ફ બોર્ડમાં અસ્થાયી રીતે લોકોની ભરતીમાં અનિયમિતતાઓ આચરવામા આવી હતી, તેના વિરુદ્ધ મામલો નોંધાયો હતો. ખાને ગુરુવારે ટ્વિટર પર નોટિસની એક કોપી શેર કરતા લખ્યું કે, ખાને લખ્યું છે કે, વક્ફ બોર્ડનું નવી ઓફિસ બનાવી છે. અમને એસબીએ બોલાવ્યા છે. અમાનતુલ્લાહ ખાને ટ્વિટર સાથે વક્ફ બોર્ડ કાર્યાલયની તસ્વીર પણ શેર કરી છે.
આપ ધારાસભ્ય વિરુદ્ધ એસીબીની રેડ એવા સમયે થઈ છે, જ્યારે દિલ્હી સરકારના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા કથિત શરાબ કૌભાંડમાં સીબીઆઈની તપાસનો સામનો કરી રહ્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સી તેમના ઘર અને બેેંક લોકર ચકાસી રહી છે. આપ સરકારના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈન ત્રણ મહિનાથી પણ વધારે સમયથી જેલમાં બંધ છે. તેમના પર મની લોન્ડ્રીંગ એક્ટમાં ફરિયાદ નોંધાઈ છે. તો વળી આપનું કહેવુ છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા તેમને બદનામ કરવા અને અરવિંદ કેજરીવાલની વધતી લોકપ્રિયતાના કારણે નકલી કેસોમાં ફસાવાની કોશિશ થઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ