બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મુંબઈ / A youth was brutally killed in a gang war between two groups in Pune

ગેંગવોર / VIDEO : ડિનર કરી રહેલા શખ્સને ગોળી મારી, પછી લાશને હથિયારોથી વેતરી નાખી, ખૌફનાક વીડિયો

Vishal Khamar

Last Updated: 12:10 PM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મળતી માહિતી મુજબ મૃતક તેના મિત્રો સાથે હોટલમાં જમવા માટે આવ્યો હતો. આ ઘટના શનિવાર રાત્રે 8 વાગ્યે થઈ હતી.

પુણેમાં એક હડકંપ મચાવી દે તેવી ઘટના બનવા પામી હતી. મળતી માહિતી મુજબ હોટલમાં જમવા બેસેલ એક યુવકને પહેલા ગોળી મારવામાં આવી હતી. ત્યાર બાદ નિર્મમતાથી ધારદાર હથિયારથી તેની હત્યા કરી દેવામાં આવી હતી. રૂવાડા ઉભી કરી દે તેવી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે કારમાંથી 6 થી 7 હુમલાખોર બહાર નીકળ્યા હતા. જેમણે પહેલા યુવકને ગોળી મારી અને પછી ધારદાર હથિયારથી અસંખ્ય વખત યુવક પર ઉપરા ઉપરી ઘા કર્યા હતા. 

મળતી માહિતી મુજબ મૃતક તેના મિત્રો સાથે હોટલમાં જમવા માટે આવ્યો હતો. આ ઘટના શનિવાર રાત્રે 8 વાગ્યા આસપાસ બની હતી. પોલીસનાં જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે, આ બંને જૂથો વચ્ચે ચાલી રહેલી ગેંગવોરનું પરિણામ છે. તેમજ મૃતકનું નામ અવિનાશ બાલુ ધનવે જાણવા મળી રહ્યું છે. જેની ઉંમર 34 વર્ષ હતી. તે વ્યવસાયે પ્રોપર્ટી ડીલર હતો. 

વધુ વાંચોઃ ટાળજો ફરવાનું ! અનેક ઠેકાણે 5 દિવસ વરસાદ-આંધી અને કરાં પડવાની આગાહી, IMDનું એલર્ટ

આ સમગ્ર ઘટના પુણે સોલાપુર એક્સપ્રેસ પર આવેલ જગદમ્બા હોટલમાં બની હતી. આ સમગ્ર મામલાની તપાસ માટે પોલીસે 5 ટીમ બનાવી છે. તેમજ હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

gangwar police investigation pune youth murder ગેંગવોર પુણે પોલીસ તપાસ યુવકની કરપીણ હત્યા INDIA
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ