બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:07 AM, 17 March 2024
IMD Weather Update : દેશમાં વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. જેની અસર ઓડિસાથી પશ્વિમ બંગાળ અને સિક્કીમ સુધી જોવા મળી રહી છે. જ્યારે મરાઠવાડાથી કોમોરિન પ્રદેશ સુધી પણ વાતાવરણ બદલાયું છે. જેના કારણે પશ્ચિમ બંગાળમાં 17 થી 21 માર્ચ દરમિયાન છુટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે. આ દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
ભારતીય હવામાન વિભાગના રીપોર્ટમાં છત્તીસગઢમાં 17થી21 માર્ચ સુધી હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. આ સિવાય ઝારખંડ, ઓડિશા, વિદર્ભ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં પણ વરસાદની શક્યતા છે. 17થી19 માર્ચ દરમિયાન પૂર્વ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વરસાદ પડી શકે છે. IMDએ કહ્યું છે કે 19 માર્ચે ઓડિશા અને છત્તીસગઢમાં છુટાછવાયાં સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. 17થી21 માર્ચ દરમિયાન તેલંગાણા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યનમમાં હળવા વરસાદની શક્યતા છે. કેરળમાં 17 અને 18 માર્ચે વરસાદ પડી શકે છે. 17થી22 માર્ચ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદની સંભાવના છે.
ADVERTISEMENT
उत्तराखंड में 18-21 फरवरी 2024 के दौरान अलग अलग स्थानों में ओलावृष्टि की संभावना है।#UttarakhandWeather #hailstormAlert #hailstorm@AAI_Official @DGCAIndia @RailMinIndia@NHAI_Official @USDMAUk @moesgoi@DDNewslive @ndmaindia @airnewsalerts@ukcmo @pushkardhami @mcdehradun pic.twitter.com/nLdo88S25l
— India Meteorological Department (@Indiametdept) February 17, 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
ઝારખંડ, છત્તીસગઢ, બિહાર, પશ્ચિમ બંગાળ, પૂર્વ વિદર્ભ, તેલંગાણા અને તમિલનાડુના અલગ ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 2-3 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. આગામી 4-5 દિવસ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યના નહિવત છે. આગામી 2 દિવસ દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અને આગામી 5 દિવસ દરમિયાન કેરળ, માહે અને રાયલસીમામાં ગરમ હવામાન રહેવાની સંભાવના છે. IMDએ કહ્યું છે કે આગામી 4-5 દિવસ દરમિયાન મધ્ય અને પૂર્વ ભારતમાં મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2થી4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે.
ADVERTISEMENT
રાજધાની દિલ્હીમાં શનિવારે લઘુત્તમ તાપમાન 10.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં પાંચ ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે દિવસભર વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. સવારે 8.30 વાગ્યે ભેજનું પ્રમાણ 70 ટકા નોંધાયું હતું.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.