ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / A strong system is created, prediction that Meghraja will sweep Gujarat on Janmashtami

આગાહી / મજબૂત સિસ્ટમ સર્જાઇ, જન્માષ્ટમી પર મેઘરાજા ગુજરાતને તરબોળ કરે તેવી આગાહી, જાણો ક્યાં ક્યાં પડશે વરસાદ

Published By: Vishal Khamar

Last Updated: 06:31 PM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. પરંતું સ્થાનિક હવામાન વિભાગ દ્વારા જણાવ્યું હતું કે, ચાલુ અઠવાડિયા દરમિયાન વરસાદ પડવાની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.

ADVERTISEMENT

  • જન્માષ્ટમી પર મેઘરાજા ગુજરાતને તરબોળ કરે તેવી આગાહી
  • આજથી ૧૦ સપ્ટેમ્બર સુધી ગુજરાતનું વાતાવરણ પલટાશેઃહવામાન નિષ્ણાતો
  • એકાએક ગરમીનો પ્રકોપ વધતા  લોકોનાં હાલ બેહાલ થયા

ગુજરાતમાં ખેડૂતો માટે માઠી દશા ચાલી રહી છે. જૂન-જુલાઈ મહિનામાં સાંબેલાધાર વરસાદ વરસવાથી ઠેકઠેકાણે જગતના તાતે ખરીફ પાકની ઉત્સાહ-ઉમંગભેર વાવણી કરી હતી.  પરંતુ ગત ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાઈ જતાં ખેડૂતોનો ઊભો પાક બળી રહ્યો છે. ક્યાંક ક્યાંક તેમના પાકમાં ઈયળ પડવાથી તે બરબાદ થઈ રહ્યો છે. ચોમાસું અત્યારે તો ખેડૂતોને રાતાં પાણીએ રોવડાવી રહ્યું છે. જોકે, આવા અંધારિયા માહોલમાં આશાનું એક કિરણ દેખાયું હોય તેમ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા ચાલુ અઠવાડિયા દરમિયાન વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે મુજબ જન્માષ્ટમી પર મેઘરાજા ગુજરાતને તરબોળ કરી શકે છે.

આગામી સમયમાં બંગાળનાં ઉપસાગરમાં વરસાદની મજબૂત સિસ્ટમ બનશેઃ હવામાન નિષ્ણાંતો
સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં વરસાદની સંભાવના ઊભી થઈ છે. બીજી તરફ હવામાન નિષ્ણાતો પણ જણાવે છે કે, આજથી ૧૦ સપ્ટેમ્બર સુધી ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. આ સમયગાળામાં બંગાળના ઉપસાગરમાં વરસાદ લાવનારી મજબૂત સિસ્ટમ બનશે, જે આંધ્રપ્રદેશ, ઓડિશા થઈને મહારાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદ લાવશે. પહેલા સપ્તાહના અંતમાં અને બીજા સપ્તાહના અંત વચ્ચે રાજ્યમાં સારો વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે. તો ૧૩થી ૨૦ સપ્ટેમ્બરમાં ભારે વરસાદી ઝાપટાંની પણ સંભાવના છે. આ દિવસોમાં અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બનશે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદ પડશે.

એકાએક ગરમીનો પ્રકોપ વધતા  લોકોનાં હાલ બેહાલ થયા
અલ નીનોની અસરના કારણે ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાયો હતો અને ત્યારબાદ ફરી એક વાર ચોમાસું એક્ટિવ થવા માટે સાનુકુળ હવામાન બન્યું છે. મેઘરાજા જે રીતે રિસાયા છે તે જોતા અત્યારે તો લોકોના હાલ બેહાલ થઈ ગયા છે અને ગરમીની તીવ્રતા વધવાથી લોકોએ ફરી પંખા, કૂલર અને એસીનો આશરો લીધો છે.

દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છેઃ હવામાન વિભાગ
સ્થાનિક હવામાન વિભાગની આગાહીમાંન દર્શાવ્યા મુજબ આજે અમદાવાદ, દાહોદ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે. જ્યારે અમરેલી અને ભાવનગરમાં હળવા વરસાદની શક્યતા છે. આવતી કાલે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ-દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ અને અમરેલી-ભાવનગરમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદીઓ ગરમીની તીવ્રતા વધવાથી પરેશાન 
૬, ૭, ૮ અને ૯ સપ્ટેમ્બરે પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવોથી લઈને મધ્યમ પ્રકારનો વરસાદ પડશે તેવી હવામાન વિભાગની આગાહી છે. દરમિયાન, અમદાવાદીઓ ગરમીની તીવ્રતા વધવાથી પરેશાન થઈ ઉઠ્યા છે. ગઈ કાલે શહેરનું મહત્તમ તાપમાન ૩૫.૯ ડિગ્રી જેટલું ઊંચું નોંધાયું હતું. જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી જેટલું વધુ હતું. આજે શહેરમાં આંશિક વાદળછાયા વાતાવરણની શક્યતા છે, જેના કારણે આજે પણ ગરમીનો પારો ઊંચો ચડશે તેવું લાગે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Farmers worried Forecasts Meteorological Department Rain ખેડૂતો ચિંતીત વરસાદની આગાહી હવામાન વિભાગ rain Forecast

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ