બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સ્નાતકો માટે સરકારી નોકરીની ઉમદા તક, પગાર મહિને 80,000 રૂપિયા, જાણો વિગતો
Last Updated: 10:23 PM, 7 November 2025
ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ(NPCIL)માં ભરતી પડી છે. NPCILએ ડેપ્યુટી મેનેજર અને જુનિયર હિન્દી ટ્રાન્સલેટરની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતીમાં કુલ 122 જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો 27 નવેમ્બર પહેલા અરજી કરી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ડેપ્યુટી મેનેજરના પદ માટે ઉમેદવારો પાસે સંબંધિત વિષયમાં સ્નાતક કે માસ્ટર ડિગ્રી હોવી જોઈએ. જુનિયર હિન્દી ટ્રાન્સલેટરની પદ માટે ઉમેદવારો પાસે હિન્દી અને અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી હોવી જોઈએ છે. ટ્રાન્સલેટરનો અનુભવ ધરાવતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે.
ADVERTISEMENT
આ ભરતીમાં વય મર્યાદા 18 થી 30 વર્ષની વચ્ચે રાખવામાં આવી છે, જેમાં જુનિયર હિન્દી અનુવાદક પદ માટે વય 21 વર્ષ રાખવામાં આવી છે. સરકારી નિયમો અનુસાર અનામત કેટેગરીના લોકો માટે વયમાં છૂટછાટ આપવામાં આવશે.
ADVERTISEMENT
આ ભરતીમાં પસંદ કરાયેલા ઉમેદવારોને સારો એવો પગાર મળશે, જેમાં ડેપ્યુટી મેનેજર પદ માટે બેસિક પગાર 56,100 રૂપિયા અને જુનિયર હિન્દી અનુવાદક પદ માટે બેસિક પગાર 35,400 રૂપિયાનો સમાવેશ થાય છે, તેમજ સરકારી રોજગારના તમામ લાભો, જેમાં ભથ્થાં, પેન્શન અને પ્રમોશનનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ડેપ્યુટી મેનેજર પદ માટે અરજી ફી 500 રૂપિયા છે, જુનિયર હિન્દી અનુવાદક પદ માટે 150 રૂપિયા ફી રખાઈ છે. જ્યારે SC, ST અને PWD ઉમેદવારોને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
ઉમેદવારોની પસંદગી ત્રણ તબક્કામાં કરવામાં આવશે. જેમાં બધી જગ્યાઓ માટે લેખિત કસોટી લેવામાં આવશે. તો જુનિયર હિન્દી અનુવાદક પદ માટે કૌશલ્ય કસોટી લેવામાં આવશે, અને ડેપ્યુટી મેનેજર પદ માટે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. અંતિમ મેરીટ લીસ્ટ ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને મેડીકલ ટેસ્ટ પછી જાહેર કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.