બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઇન્ડિયન એરફોર્સમાં ભરતીની તક, 18 નવેમ્બરથી અરજી પ્રક્રિયા શરૂ, વાંચો વિગત
Last Updated: 10:14 AM, 7 November 2025
સરકારી નોકરીની રાહ જોઈ રહેલા યુવાનો માટે ખુશખબર છે! નવા વર્ષ પહેલા સરકારી નોકરીઓની લહેર આવી છે.વાયુસેના, બેંકિંગ અને સુરક્ષા વિભાગોમાં ખાલી જગ્યાઓ ભરવા માટે અરજી શરૂ થઈ ગઈ છે. જે ઉમેદવારો સરકારી સેવા માટે સપના જુએ છે, તેઓએ આ તક ગુમાવવી ન જોઈએ.
ADVERTISEMENT
ઇન્ડિયન એર ફોર્સ
ભારતીય વાયુસેનામાં કારકિર્દી બનાવવા ઈચ્છુક ઉમેદવારો માટે મોટી તક આવી છે. IAF એ Air Force Common Admission Test (AFCAT) 2026-1 માટે સત્તાવાર જાહેરાત કરી છે.અરજી પ્રક્રિયા 10 નવેમ્બર 2025થી શરૂ થશે અને અંતિમ તારીખ 9 ડિસેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો ટેકનિકલ, ગ્રાઉન્ડ ડ્યુટી અને ફ્લાઈંગ બ્રાન્ચ માટે અરજી કરી શકશે. AFCAT 2026-1 સંબંધિત તમામ વિગત IAFની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.
ADVERTISEMENT
ઇન્ડિયન બેંક
ઇન્ડિયન બેંકે ફાયર સેફ્ટી ઓફિસર માટે નવી ભરતી જાહેર કરી છે. બેંકમાં કુલ 6 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ માટે અરજી પ્રક્રિયા પહેલેથી જ શરૂ થઈ ગઈ છે અને 21 નવેમ્બર 2025 સુધી ઉમેદવારો અરજી કરી શકશે. ખાસ વાત એ છે કે આ ભરતી પરીક્ષા વિના (Direct Recruitment) કરવામાં આવશે. આ પદ માટે ઉમેદવારો પાસે ફાયર સેફ્ટી ક્ષેત્રમાં અનુભવ અને જરૂરી શૈક્ષણિક લાયકાત હોવી આવશ્યક છે.
આ પણ વાંચોઃ આવતીકાલથી ભારતીય સેનામાં અગ્નિવીરની ભરતી શરૂ, બસ જોઇશે આ ડોક્યુમેન્ટ્સ
ADVERTISEMENT
હોમ ગાર્ડ રિક્રુટમેન્ટ ( ઝારખંડ)
ઝારખંડ સરકારે હોમગાર્ડ ભરતી 2025 માટેની નોટિફિકેશન જાહેર કરી છે. 18 નવેમ્બર 2025થી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થશે.જે ઉમેદવારો 7મું ધોરણ પાસ છે અને તેમની ઉંમર 40 વર્ષથી ઓછી છે તેઓ આ પદ માટે અરજી કરી શકે છે. રાજ્યની સુરક્ષા વ્યવસ્થા માટે આ ભરતી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અરજી પ્રક્રિયા, લાયકાત અને પસંદગી પદ્ધતિ અંગેની માહિતી સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.