બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / A bag of luggage that the youths found from the seashore at the seashore

OMG / સમુદ્ર કિનારે કચરામાંથી યુવકોને મળી એવી વસ્તુ કે એક ઝાટકે થઈ ગયા માલામાલ

Intern

Last Updated: 02:38 PM, 6 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વખત તમે તેવું સાંભળ્યું હશે કે જૂની જગ્યાઓમાંથી સોનાના સિક્કા અને હીરા મોતી મળ્યાં પણ તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે કચરામાંથી સોનાના સિક્કા મળ્યાં. આવો જ એક કિસ્સો ફ્લોરીડામાં બન્યો છે.

  • બે યુવકોને 305 વર્ષ જુનો ખજાનો સમુદ્ર કિનારે પડેલા કચરામાંથી મળ્યાં
  • આ પહેલા પણ 6.5 મિલિયન ડોલરના સોનાના ખજાનાની શોધ કરી હતી
  • 305 વર્ષ જુના 22સિક્કા મળ્યાં

ફલોરિડામાં એક અલગ પ્રકારની ઘટના સામે આવી છે. જ્યાં બે યુવકોને 305 વર્ષ જુનો ખજાનો સમુદ્ર કિનારે પડેલા કચરામાંથી મળ્યાં.

સેંટ લુસીના રહેવાવાળા 43 વર્ષીય જોના માર્ટિનેજએ પોતાના મિત્ર સાથે ફરતાં સમયે એક ઐતિહાસિક વસ્તુઓ મળી છે. તેમને ઈંડિયન રિવર કાઉન્ટીમાં ટર્ટલ ટ્રેલ બીચ પર સ્પેનિશ સિક્કાઓનો ખજાનો મળ્યો.

Photo: CONTRIBUTED PHOTO BY JONAH MARTINEZ

ટીસીપામ ડોટકોમ વેબસાઈટ મુજબ કચરામાંથી 305 વર્ષ જુના 22સિક્કા મળ્યાં જેમની કિંમત 7000 ડોલર છે. એટલે કે 5,16,145 રૂપિયા અંદાજીત થાય છે.

જોના માર્ટિનેજએ સ્થાનીય સમાચારપત્રોને જણાવ્યું કે પહેલા ટર્ટલ ટ્રેલ બીચ માત્ર એક સામાન્ય બીચની જેમ જ માનવામાં આવતો પણ હવે તેમને એક ખજાનો વાળો બીચ કહેવામાં આવશે.

પ્રતિકાત્મ્ક તસવીર

એવું કહેવામાં આવે છે કે 31 જુલાઈએ 1715એ 12 સ્પેનિશ જહાજ ખજાના સાથે સ્પેન માટે જવા રવાના થઈ હતી. પરંતુ ફ્લોરીડાના દરિયાકિનારા પર આવેલા તોફાનના કારણે 11 જહાજ ડૂબી ગયા હતા. અને આજે પણ જહાજનો ખજાનો સમુદ્રમાં નીચે દટાયેલો છે.

માર્ટિનેજનું કહેવું છે કે "મને સમુદ્ર કિનારાઓ વિષે જાણ છે અને હું હંમેશા કંઇક નવી શોધખોળ માટે આગળ રહું છું."

પ્રતિકાત્મ્ક તસવીર

તેમણે આગળ કહ્યું કે "અમારા મેટલ ડીટેક્ટરે ઘણી મોટી શોધખોળ કરેલી છે. આ વખતે પણ 1715માં ડૂબેલા જહાજના 22 સિક્કાઓ મળી આવ્યા છે.

જાણ ન હોય તો જણાવી દઈએ કેબ 24 વર્ષના કરિયર દરમિયાન માર્ટિનેજે આ પહેલા પણ 6.5 મિલિયન ડોલરના સોનાના ખજાનાની શોધ કરી હતી. તે દુનિયાભરમાં ટ્રેજર હંટર નામે ઓળખાય છે.

 
 

સંકળાયેલા મુદ્દાઓ

Florida Gold Coin History ઈતિહાસ ફ્લોરીડા સોના સિક્કા OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ