ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 02:39 PM, 22 September 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
લાઇફ સ્ટાઈલ ડિસીઝને કારણે ભારતમાં 66 ટકા લોકો મૃત્યુ પામે છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)નો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે ભારત સહિત દુનિયાભરમાં હવે લોકો લાઇફ સ્ટાઇલ ડિસીઝ એટલે કે હાર્ટએટેક, કેન્સર અને ડાયાબિટીસથી મરી રહ્યા છે. તેનું સૌથી મોટું કારણ છે આળસ, જેના કારણે લોકો બીમાર પડી રહ્યા છે. WHO પ્રમાણે જે લોકો સપ્તાહમાં ૧૫૦ મિનિટની સાધારણ કસરત કરતા નથી કે સપ્તાહમાં ૭૫ મિનિટની હાર્ડ કસરત કરતા નથી, તેને આળસુ માનવામાં આવે છે.
ADVERTISEMENT

કસરત ન કરવાનું પરિણામ
દુનિયાભરમાં થતાં કુલ મૃત્યુમાંથી ૭૪ ટકા લાઇફ સ્ટાઇલ ડિસીઝથી થાય છે. ભારતમાં ૬૬% લોકો લાઇફ સ્ટાઇલ ડિસીઝનો શિકાર થઈને મોતને ભેટે છે. દુનિયામાં ચોથા ભાગના મોતનું કારણ લાઇફ સ્ટાઇલ ડિસીઝ છે. દર બે સેકેન્ડમાં એક વ્યક્તિનું લાઇફ સ્ટાઇલ ડિસીઝના કારણે મોત થઈ રહ્યું છે. ૭૦ વર્ષથી ઓછી ઉંમરના ૧.૭૦ કરોડ લોકો દર વર્ષે લાઇફ સ્ટાઇલ ડિસીઝને કારણે મૃત્યુ પામે છે, એટલે કે દર બે સેકેન્ડમાં એક વ્યક્તિનું મોત થાય છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ચાર બીમારી લાઇફ સ્ટાઇલ ડીસીઝનો ભાગ છે
૧.૭૦ કરોડ મૃત્યુમાંથી ૮૬ ટકા મોત મધ્યમ આવકવાળા દેશોમાં છે, જે આ બીમારીઓનો શિકાર થઈ રહ્યાં છે. ભારત પણ તે દેશમાં સામેલ છે. લાઇફ
સ્ટાઇલ ડિસીઝ ચાર બીમારીમાં, દિલની બીમારી, શ્વાસની બીમારી, કેન્સર અને ડાયાબિટીસને કારણે ૨૦૧૧થી ૨૦૩૦ એટલે કે ૨૦ વર્ષોમાં દુનિયામાં ૩૦ લાખ કરોડનું નુકસાન થવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. WHO પ્રમાણે જો ગરીબ દેશ દર વર્ષે આ બીમારીઓને રોકવામાં ૧૮૦૦ કરોડ ખર્ચ કરે તો ઓછાં મોત થશે અને કરોડોનાં આર્થિક નુકસાનથી પણ બચી શકાશે.

ભારતમાં ૧૫ વર્ષથી મોટી ઉંમરની એક વ્યક્તિ એવરેજ ૫.૬ લિટર દારૂ દર વર્ષે પીવે છે. એવરેજ પુરુષ નવ લિટર અને મહિલાઓ બે લિટર દારૂ પીવે છે. ૧૫ વર્ષથી મોટી ઉંમરના ૨૮ ટકા લોકો તમાકુનો શિકાર છે. આ સાથે ભારતમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના ૩૪ ટકા લોકો આળસુ છે અને ફિઝિકલ એક્ટિવિટી કરતા નથી.
સંકળાયેલા મુદ્દાઓ