ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:02 AM, 5 October 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
મુંબઈમાં બાંદ્રા - વર્લીની લીંક પર અકસ્માત
ADVERTISEMENT
મુંબઈમાં 4 ઓક્ટોબર 2022ની રાત્રે બાંદ્રા - વર્લી સી લીંક પર મોટો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં પાંચ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે લગભગ એક ડઝન લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યા છે. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે, જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે.
ADVERTISEMENT
#UPDATE | 5 people died in the accident that took place between four cars and an ambulance on Mumbai's Bandra Worli Sea Link in the early morning hours today: Mumbai Police
— ANI (@ANI) October 5, 2022
ADVERTISEMENT
5 લોકોના મૃત્યુ
આ અકસ્માત બાંદ્રા સી વર્લી જઈ રહેલી લેન પર થયો હતો. અહીં પહેલા એક એકસીડન્ટ થયો હતો, જેમાં ઘાયલ લોકોને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જ્યારે રસ્તા પર એમ્બ્યુલન્સ પહોંચી ત્યારે બીજી ગાડીઓ પણ ત્યાં જ ઉભી હતી અને તે જ સમયે એક કાર ત્યાં ખૂબ જ સ્પીડમાં આવી અને ત્યાં ઉભેલી ગાડીઓને ટક્કર મારી દીધી, જેની લપેટમાં ત્યાં ઉભેલા લોકો પણ આવી ગયા હતા.
ADVERTISEMENT
આ અકસ્માત એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે ત્યાં ઉભેલી ગાડીઓ પાસેનાં લોકોને અત્યંત ઝડપે આવી રહેલી કારે ટક્કર મારી દીધી.
Pained by the loss of lives due to an accident on the Bandra-Worli Sea Link in Mumbai. Condolences to the bereaved families. I hope that those who have been injured have a speedy recovery: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 5, 2022
ADVERTISEMENT
પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે - મુંબઈમાં બાંદ્રા- વર્લીની લીંક પર અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે મને દુઃખ છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. હું આશા રાખું છું કે જેઓ ઘાયલ થયા છે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો