બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 369 feet tall, visible from a distance of 20 km...world's tallest Shiva statue to be unveiled today

રાજસ્થાન / 369 ફૂટની ઉંચાઈ, 20 કિલોમીટર દૂરથી દેખાશે...દુનિયાની સૌથી ઉંચી શિવ પ્રતિમાનું આજે લોકાર્પણ

Vishal Khamar

Last Updated: 02:34 PM, 29 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના રાજસમંદમાં ભગવાન શિવની 369 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. 29 ઓક્ટોમ્બરથી 6 નવેમ્બર દરમિયાન તેના લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રતિમાને બનાવવામાં 10 વર્ષ લાગ્યા હતા.

  • રાજસ્થાનના રાજસમંદમાં ભગવાન શિવની ઊંચી પ્રતિમા સ્થાપિત કરાઈ
  • 29 ઓક્ટોમ્બરથી 6 નવેમ્બર દરમ્યાન તેનો લોકાર્પણ કાર્યક્રમ
  • પ્રતિમાને બનાવતા 10 વર્ષ જેટલો સમય લાગ્યો

રાજસ્થાનના નામે આજે પણ એક અનોખો રેકોર્ડ નોંધાશે. રાજસ્થાનના રાજસમંદ જીલ્લામાં આજે વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના નાથદ્વારામાં બનેલી આ શિવ પ્રતિમાની ઊંચાઈ 369 ફૂટ છે. વિશ્વની સૌથી ઊંચી શિવ પ્રતિમાને ' વિશ્વાસ સ્વરુપમ' નામ આપવામાં આવ્યું છે. 

એવું કહેવાય છે કે વિશ્વની સૌતી ઊંચી પ્રતિમાના  ઉદ્ધાટન માટે 29 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી ઉદ્ધાટન મહોત્સવનું આયોજન કરવામાં આવશે. વિશ્વની આ સૌથી ઊંચી શિવ પ્રતિમાને બનાવવામાં 10 વર્ષનો સમય લાગ્યો છે. આ શિવ પ્રતિમા સંત કૃપા સનાતન સંસ્થાન દ્વારા તૈયાર કરવામાં આવી છે.

સંત કૃપા સનાતન સંસ્થાનના ટ્રસ્ટી મદન પાલીવાલે શિવ મૂર્તિના અભિષેક માટે આયોજિત કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે મહાદેવની પ્રતિમાના અર્પણને લગતા આ યજ્ઞમાં નવ દિવસ સુધી ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. સંત કૃપા સનાતન સંસ્થાનના ટ્રસ્ટીના જણાવ્યા અનુસાર આ દરમિયાન મોરારી બાપુની નવ દિવસીય રામ કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સંત કૃપા સંસ્થાનના ટ્રસ્ટ્રીએ જણાવ્યું કે ભગવાન શિવની આ અદભુત પ્રતિમા ભક્તો તેમજ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે અને રાજસ્થાનના પ્રવાસનને નવો આયામ આપશે. નાથદ્વારાના ગણેશ ટેકરી પર બનેલી આ 369 ફૂટ ઊંચી પ્રતિમા 51 વીઘા જમીનમાં સ્થાપિત કરવામાં આવી છે. ધ્યાનની મુદ્રામાં બેઠેલી શિવની આ પ્રતિમાં 20 કિલોમીટર દૂરથી દેખાય છે. રાત્રે પણ શિવ પ્રતિમાં સ્પષ્ટ દેખાઈ શકે તે માટે તેને ખાસ લાઈટોથી શણગારવામાં આવી છે.

દોઢ લાખ ચોરસ ફૂટનો પંડાલ ઉદ્ઘાટન માટે તૈયાર 
સંત કૃપા સનાતન સંસ્થાન દ્વારા આયોજિત આ ઉત્સવ માટે લગભગ 1.5 લાખ ચોરસ ફૂટનો પંડાલ બનાવવામાં આવ્યો છે. લગભગ બે લાખ ચોરસ ફૂટમાં ફૂડ હોલનો પંડાલ ઊભો કરવામાં આવ્યો છે. આ પંડાલો જર્મન ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યા છે. 
દરરોજ 50 થી 60 હજાર ભક્તો ભેગા થવાનો અંદાજ
ભગવાન શિવની પ્રતિમાના અર્પણ માટે આયોજિત કાર્યક્રમમાં દરરોજ લગભગ 50 થી 60 હજાર ભક્તો એકઠા થવાની ધારણા છે. જેને જોતા આયોજકોએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હોવાનો દાવો કર્યો છે. આ વિસ્તારમાં દિવાળી જેવો નજારો જોવા મળી રહ્યો છે.
દરરોજ એક લાખ લોકોનો પ્રસાદ બનાવવામાં આવશે
આયોજકો પાસેથી મળતી માહિતી મુજબ દરરોજ એક લાખ લોકો પ્રસાદ ગ્રહણ કરશે. સર્વિસ કાઉન્ટર સુધી સામગ્રી પહોંચાડવા માટે અહીં ઓવરહેડ કન્વેયર ટેકનોલોજીને ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.  આ કાર્યક્રમને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિસ્તારની મોટાભાગની હોટલોમાં તમામ રુમ બુક થઈ ગયા છે.

શું છે શિવ પ્રતિમાની વિશેષતા?
ભગવાન શિવની આ 369 ફૂટ ઊંચી પ્રતિમા વિશ્વની એકમાત્ર એવી પ્રતિમા હશે જ્યાં દર્શન માટે લિફ્ટ અને સીડી, ભક્તો માટે હોલ બનાવવામાં આવ્યા છે જ્યાં એક સાથે 10 હજાર લોકો પ્રવેશ કરી શકે છે. પ્રતિમાની ટોચ સુધી પહોંચવા માટે ચાર લિફ્ટ અને ત્રણ સીડી બનાવવામાં આવી છે. પ્રતિમાને બનાવવામાં 10 વર્ષ લાગ્યા હતા. પ્રતિમાના નિર્માણમાં 3000 ટન સ્ટીલ અને લોખંડ, 2.5 લાખ ક્યુબિક ટન કોંક્રિટ અને રેતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

પ્રતિમાનું નિર્માણ 250 વર્ષથી સ્થિરતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનથી પણ આ પ્રતિમાને કોઈપણ પ્રકારનું નુકશાન થશે નહીં. આ પ્રતિમાની ડિઝાઈનનું વિન્ડ ટનલ ટેસ્ટ(ઊંચાઈ પર પવન) ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવ્યું છે. તેને વરસાદ અને તડકાથી બચાવવા માટે તેના પર ઝીંક કોટિગ કર્યા બાદ કોપર કલર કરવામાં આવ્યો છે. 

ભારતની બીજી સૌથી મોટી બંજી જમ્પીંગ અહીંયા છે
પ્રતિમા સ્થળ પર પ્રવાસીઓની સુવિધા અને મનોરંજન માટે બંજી જમ્પીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઋષિકેશ બાદ બીજી મોટી બંજી જમ્પિંગ હશે જેનો આનંદ માણવા દેશ-વિદેશથી પ્રવાસીઓ અહીંયા આવશે. સાથે ફુડકોર્ટ, ગેમ ઝોન, ગો કાટીગનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં પ્રવાસીઓ તેનો આનંદ માણી શકશે.
થ્રીડીમાં દેખાશે શિવ સ્તુતિ મહિમા
શિવ પ્રતિમા પર વિશેષ લાઈટ અને અવાજનો ઉપયોગ કરીને થ્રી ડી નો ઉપયોક કરી શિવ સ્તુતિનું પ્રસારણ થશે. પર્યટકો માટે આ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. વિશ્વની સૌથી ઉંચી શિવ પ્રતિમાના નિર્માણમાં સુરક્ષાના નિયમોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. ફાયર સેફ્ટીની સાથે સાથે પાણીનાં ટેન્ક પણ બનાવવામાં આવ્યા છે. પ્રવાસીઓને રમવા માટે ગોલ્ફની પણ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સુરક્ષા માટે  પરિસરમાં મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ પણ તૈનાત રહેશે.
 

 

સંકળાયેલા મુદ્દાઓ

Lord Shiva Rajasthan Statue of Lord Shiva ભગવાન શિવ ભગવાન શિવની પ્રતિમા રાજસ્થાન Religion
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ