બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:01 PM, 12 March 2023
ADVERTISEMENT
ભાજપે અત્યારથી જ 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ આગામી વર્ષની લોકસભા ચૂંટણીમાં પાર્ટીને વધુ મોટી જીત મેળવવા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે. આ હિસાબે પીએમ નરેન્દ્ર મોદી 2019ની ચૂંટણીમાં જ્યાં ભાજપનો પરાજય થયો હતો તે 160 લોકસભા સીટો પર 45-55 જાહેર સભાઓ અને રેલીઓ કરવાના છે. પાર્ટીના ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકો પર પાર્ટી કેડર તરફથી મળેલા ફીડબેકના આધારે આ રણનીતિ બનાવવામાં આવી છે. ભાજપે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સુનીલ બંસલ, વિનોદ તાવડે અને તરુણ ચુગને આ રેલીઓ યોજવા માટે તૈયારીઓ શરૂ કરવા કહ્યું છે. જે સીટ પર ભાજપની હાર થઈ છે, તે સીટને ક્લસ્ટરમાં વહેંચી દેવામાં આવી છે. દરેક ક્લસ્ટરમાં ચાર બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT
આ વર્ષે સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી આ ક્લસ્ટરો પર પીએમ મોદીના વધુને વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ રેલીઓ કેન્દ્ર અથવા ભાજપ શાસિત રાજ્ય સરકારના પ્રોજેક્ટ્સના શિલાન્યાસ અથવા ઉદ્ઘાટન માટેના કાર્યક્રમો તરીકે આયોજિત કરવામાં આવશે. પાર્ટીનું સમગ્ર ધ્યાન બિન-ભાજપ શાસિત રાજ્યો પર રહેશે. બંગાળ, ઓડિશા અને તેલંગાણા જેવા રાજ્યોમાં વડાપ્રધાનના વધુને વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સૂત્રે વધુમાં ઉમેર્યું હતું કે, આ સિવાય આ 160 બેઠકોને બે સમાન ભાગોમાં વહેંચવામાં આવશે જેમાંથી 80 કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને બાકીની બેઠકોને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સંબોધિત કરશે. ટોચના નેતાઓ ભાજપ માટે સાનુકૂળ વાતાવરણ બનાવવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે જેથી પાર્ટી સતત ત્રીજી વખત સામાન્ય ચૂંટણી જીતી શકે.

ADVERTISEMENT
160 બેઠકો પર ચૂંટણી પ્રચાર પૂર્ણ કર્યા પછી, પાર્ટી બીજા તબક્કા માટે પ્રચાર શરૂ કરશે. જે અંતર્ગત બાકીની 383 બેઠકો પર વડાપ્રધાન મોદીના કાર્યક્રમો નક્કી કરવામાં આવશે. પાર્ટીએ SC, ST, OBC, લઘુમતી, મહિલાઓ અને યુવાનો સહિત તેના તમામ મોરચા પક્ષોને 30 માર્ચથી આઉટરીચ પ્રોગ્રામ શરૂ કરવા કહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત જનતાને મોદી સરકારના લાભાર્થી કાર્યક્રમો અને ઉપલબ્ધિઓ વિશે જણાવવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.