બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / 103 Year Old Man Married A 27 Year Old Woman

OMG / 103 વર્ષના દાદાએ 27 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન, કારણ જાણી તમને પણ થશે આશ્ચર્ય

Intern

Last Updated: 06:23 PM, 9 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણીવાર આપણા જ લોકો પાસેથી સાંભળવા મળ્યું છે કે, ઉંમર માત્ર એક નંબર હોય છે, આ સિવાય કશું નહીં. તેને ઇન્ડોનેશિયામાં રહેતા 103 વર્ષના પુઆંગ કટ્ટે સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવ્યું છે. આ શખ્સે પોતાનાથી 76 વર્ષ ઓછી ઉંમર ધરાવતી 27 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા છે. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયલર થઇ રહી છે.

  • ઇન્ડોનેશિયામાં યોજાયા અનોખા લગ્ન 
  • 103 વર્ષના વૃદ્ધે 27 વર્ષની યુવતી સાથે કર્યા લગ્ન 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પુઆંગ ડચ કર્નલ છે. તેમણે 1945–1949 ના યુદ્ધમાં ભાગ લીધો હતો. દુલ્હન ઈન્ડો અલંગના સંબંધીએ જણાવ્યું કે વરરાજા (પુઆંગ) કેટલા વર્ષના છે તેની તેન જાણ નહોતી, પરંતુ તે જાણતી હતી કે તેની ઉંમર 100 થી વધુ હશે.

વરરાજાએ છોકરીવાળાનો દહેજ પણ મોકલ્યું 

લગ્ન બાદ જ્યારે દુલ્હા-દુલ્હનની સાચી ઉંમરની ખબર પડી તો તે દંગ રહી ગઈ. આપને જણાવી દઇએ કે, વરરાજા પુઆંગે છોકરીવાળાને દહેજ પણ મોકલી દીધું છે. તેમણે આશરે 25 હજાર રૂપિયા તથા એક સોનાના વીટીં આપીને મહિલા સાથે લગ્ન કર્યા છે. 

103 વર્ષનો વરરાજો અને 27 વર્ષની કન્યા 

એક ખાનગી ન્યૂઝમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલ મુજબ, વૃદ્ધ પુઆંગની મહિલા સાથે તે સમયે મુલાકાત થઇ જ્યારે તે પોતાના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરવા જઇ રહી હતી કારણ કે તે તેની ચીટ(છેતરપીંડી) કરી રહ્યો હતો. જો કે, ત્યારબાદ બંન્ને વચ્ચે આત્મીયતા વધી અને શારીરિક સંબંધો પણ બંધાયા. આ દરમિયાન મહિલા ગર્ભવતી પણ થઇ, ત્યારબાદ બંન્નેએ લગ્ન્ કરવાનો નિર્ણય લીધો હતો. આપને જણાવી દઇએ કે, પુઆંગ હાલ એક નહીં જન્મેલા બાળકના પિતા છે. તેની ઉંમર 103 વર્ષ છે.

દુલ્હનના બીજા લગ્ન 

સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, પુઆંગની આ નવી દુલ્હનના આ બીજા લગ્ન છે, કારણ કે તેણીએ પોતાના પતિથી તલાક લઇ લીધા છે. કારણ કે તે તેનું અપમાન કરતો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Indonesia marriage OMG oh my god unique marriage ઇન્ડોનેશિયા લગ્ન OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ