બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / 103 couples get a cow each as wedding gift in karnataka

OMG / સમૂહ લગ્નમાં આયોજકો દ્વારા 103 નવદંપતિઓને જે ભેટ મળી તે જોઈને થઈ ગયા ખુશખુશાલ, સોનું અને રોકડ તો અલગથી મળી

Intern

Last Updated: 01:04 PM, 9 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકના ચિકબલ્લાપુર જિલ્લામાં સામુહિક વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું અને 103 કપલના સામૂહિક લગ્ન કરાવ્યા હતા. આયોજકોએ દરેક કપલને ભેટમાં એક ગાય આપી હતી. અને જેમની કિંમત 40000 રૂપિયા હતી. અને લગ્ન કરનાર કપલ પણ આ ભેટથી ખુબ જ ખુશ હતું. અને ખેતી કરનાર નાગારાજૂએ કહ્યું કે ગાયની મદદથી થોડી ઘણી કમાણી થશે.

  • કર્ણાટકમાં સામૂહિક લગ્નમાં થઈ અનોખી પહેલ
  • લગ્નમાં ભેટમાં ગાયો આપવામાં આવી
  • ગાયથી નવયુગલ દંપતીને સહાય મળશે
     

કર્ણાટકના ચિકબલ્લાપુર જિલ્લામાં એક શાનદાર પહેલ શરુ થઈ. જ્યારે તાજેતરમાં ત્યાં ચિકબલ્લાપુરમાં સામૂહિક લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે 103 કપલને ભેટમાં  ગાય ભેટમાં આપવામાં આવી હતી. અને આ એક નવી પહેલની શરૂઆત કરી છે. 

ગાયની સાથે મંગળસૂત્ર અને પૈસા પણ આપ્યા
સામૂહિક વિવાહણા આયોજકે કપલને ગાય સાથે રોકડા 50 હજાર અને મંગળસૂત્ર પણ ભેટમાં આપવામાં આવ્યું. મંગળસૂત્રનું વજન 8 ગ્રામ છે. અને ભેટમાં આપવામાં આવેલી ગાયોને સાપ્તાહિક મેળામાંથી ખરીદવામાં આવી હતી.

23 વર્ષીય સૂર્યનારાયણે કહ્યું કે "મેં થોડા પૈસા બચાવવાની કૌશિશ કરી હતી અને સામૂહિક લગ્નમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. હવે ગાયની મદદથી હું મારી કમાણી વધારી શકું છું. અને સામૂહિક લગ્નનું આયોજન એસ.એન.સુબ્બા રેડ્ડી ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી શ્રી પ્રસન્ના વેંકટરમનસ્વામી મંદિર પરિસમમાં કરવામાં આવ્યું હતુ.

ગાયથી મળશે કપલને આર્થિક મદદ
ટ્રસ્ટના ચેરમેન અને કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય એસ.એન.સુબ્બા રેડ્ડીએ કહ્યું કે "ગાયોની મદદથી કપલને દૂધ ઉત્પાદન મળશે જેથી પૈસાની બચત થશે અથવા દૂધ અથવા અન્ય વાનગી વેચી કમાણીથી આર્થિક ટેકો મળશે. અને આ કપલોમાંથી જે પણ કપલ સફળ ડેરી કારોબર કરશે તેમને બીજી ગાય પણ મળશે.  

સંકળાયેલા મુદ્દાઓ

કર્ણાટક કર્ણાટક ન્યુઝ OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ