ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Zeenat Aman gives advice to her fans on live in relationship before marriage

મનોરંજન / 'હું જાણું છું કે લિવ ઇન પાપ છે, પરંતુ લગ્ન માટે...', રિલેશનશિપ પર આ શું બોલ્યા ઝીનત અમાન

Published By: Megha

Last Updated: 02:38 PM, 10 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીઢ અભિનેત્રી ઝીનત અમાને તેના યુવા ચાહકોને લગ્ન પહેલા લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની સલાહ આપી હતી. એમને કહ્યું કે, 'હું જાણું છું કે લગ્ન પહેલાં સાથે રહેવું એ સમાજમાં પાપ ગણાય છે, પણ..'

ADVERTISEMENT

બૉલીવુડની પીઢ અભિનેત્રીઓમાંની એક ઝીનત અમાને લોકો સામે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. 70-80ના દાયકામાં પોતાની બોલ્ડનેસથી લોકોના વચ્ચે અલગ ઓળખ બનાવનાર અભિનેત્રીએ ગઈકાલે એટલે કે મંગળવારે સોશિયલ મીડિયા પરએક પોસ્ટ શેર કરી હતી.

પીઢ અભિનેત્રી ઝીનત અમાને તેના યુવા ચાહકોને લગ્ન પહેલા લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની સલાહ આપી હતી. જોકે કેટલાક લોકોને અભિનેત્રીની આ વાત પસંદ આવી હતી, તો કેટલાકે તેને આ માટે ટ્રોલ પણ કરી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zeenat Aman (@thezeenataman)

રિલેશનશિપ અંગે ઝીનતે કહ્યું કે, 'તમારામાંથી કોઈએ મને કમેન્ટ સેક્શનમાં રિલેશનશીપ અંગે સલાહ આપવા કહ્યું હતું. જો તમે સંબંધ અંગે મારો અભિપ્રાય જાણવા માગો છો, તો હું તમને કહીશ કે, જો તમે રિલેશનશિપમાં હોવ તો હું કહીશ કે લગ્ન કરતાં પહેલાં તમારે સાથે રહેવું જોઈએ! આ એ જ સલાહ છે જે મેં મારા પુત્રોને હંમેશા આપી છે, જે બંને લિવ-ઇન રિલેશનશિપમાં રહી ચૂક્યા છે અથવા રહે છે. આ મને બરાબર લાગે છે. તેઓએ તેમના સંબંધોની અંતિમ કસોટી લેવી જ જોઇએ. લાખો નાના ઝઘડાઓ વચ્ચે, એકબીજા વચ્ચે સમજણ જરૂરી છે.'

આગળ વાત કરતાં તેણીએ કહ્યું કે, 'દિવસના થોડા કલાકો માટે સાથે રહો ત્યારે તમે એકબીજાને ગમતાં રહેશો, પરંતુ શું તમે બાથરૂમ શેર કરી શકો છો? એકબીજાના ખરાબ મૂડનાનો સામનો કરો છો? શું તમે દરરોજ ડિનર માટે શું ખાવું તે અંગે સંમત થાઓ છો? બે નજીકના લોકો વચ્ચે ઉદ્ભવતા લાખો નાના ઝઘડા પર બંને કામ કરો છો?'

અભિનેત્રીએ એમ પણ કહ્યું કે 'તમારે સમજવું પડશે કે શું તમે એકબીજા માટે બનેલા છો. હું જાણું છું કે લગ્ન પહેલાં સાથે રહેવું એ સમાજમાં પાપ ગણાય છે, પણ પછી એ જ વાત સામે આવે છે, સમાજ ઘણી બધી બાબતોને પાપ ગણે છે.' 

વધુ વાંચો: માત્ર ભારત નહીં, સમગ્ર એશિયામાં સૌથી વધારે ફીસ લે છે આ એક્ટર, માત્ર એક ફિલ્મથી કમાય છે 260 કરોડ

જણાવી દઈએ કે, ઝીનત અમાને બોલિવૂડને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. આ ફિલ્મોમાં 'સત્યમ શિવમ સુંદરમ', 'ડોન', 'હરે રામા હરે કૃષ્ણ', 'યાદો કી બારાત', 'ધરમવીર', 'દોસ્તાના', 'હીરા પન્ના' અને 'લાવારિસ' અને અન્ય ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Zeenat Aman Zeenat Aman New Post Zeenat Aman On Live In Relation Zeenat Aman news ઝીનત અમાન ઝીનત અમાન ડેટિંગ સલાહ Zeenat Aman

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ