બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / VTV વિશેષ / Writes to Patidar organizations saying 'fake' scandal has affected reputation of Patidar community

મહામંથન / 'નકલી'કાંડના રસ્તે પટેલ યુવાનો? પાટીદાર સંસ્થાઓને પત્ર લખીને કેમ ચિંતા કરવી પડી? એક સમાજ, એક બંધારણનો વિચાર શું?

Dinesh

Last Updated: 08:55 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: નકલી અધિકારી, નકલી ખાતર-બિયારણ, નકલી દવાઓ એવા કોઈપણ ગુના હોય જેમાં સમાજની સીધી છેતરપિંડી અને નુકસાન હોય તેમા પાટીદાર વ્યક્તિની સંડોવણી સામે આવી હોવાની વાત

  • પાટીદાર સંસ્થાઓને પત્ર લખીને કેમ ચિંતા કરવી પડી?
  • 'નકલી'કાંડે પાટીદાર સમાજની શાખને અસર કરી
  • ગુનેગારીને ઓછી કરવા સમાજ-સંસ્થાઓ શું કરશે?


જાણકારો એવું કહે છે કે કોઈ વ્યક્તિ, સમાજ કે દેશ જો ઈતિહાસમાંથી યોગ્ય બોધપાઠ ન લે તો સમય જતા તેનું પતન નિશ્ચિત છે. આટલી પૂર્વભૂમિકા બાંધ્યા પછી મૂળ વાત ઉપર આવીએ. મૂળ વાત ગુજરાતમાં નોંધપાત્ર જનસંખ્યા ધરાવતા પાટીદાર સમાજની છે. થોડા સમય પહેલા પાટીદાર અગ્રણી અને કોંગ્રેસના નેતા મનહર પટેલે સમાજની અગ્રણી સંસ્થાઓ અને શ્રેષ્ઠીઓને સંબોધીને એક પત્ર લખ્યો જેમાં કેન્દ્રવર્તી વિચાર એ હતો કે પાટીદાર સમાજના યુવાનો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે.. સાબિતીરૂપે તાજેતરમાં પકડાયેલા આરોપીઓના ઉદાહરણ આપવામાં આવ્યા. પકડાયેલા આરોપીઓ મોટેભાગે અધમ કક્ષાના કૃત્ય સાથે સંકળાયેલા હતા. જેટલા આરોપીઓ તાજેતરમાં પકડાયા તેમાથી 50 ટકા જેટલા પાટીદાર હતા. સિક્કાની બીજી બાજુ એ પણ છે કે ઘણા પાટીદાર અગ્રણીઓએ મનહર પટેલની વાતને વ્યાજબી ગણાવી અને સમાજના અગ્રણીઓને આ દિશામાં ગંભીર વિચાર કરવા અપીલ પણ કરી. નકલી અધિકારી, નકલી ખાતર-બિયારણ, નકલી દવાઓ એવા કોઈપણ ગુના હોય જેમાં સમાજની સીધી છેતરપિંડી અને નુકસાન હોય તેમા પાટીદાર વ્યક્તિની સંડોવણી સામે આવી. કદાચ માનસિકતા એ વ્યક્તિગત મુદ્દો હોય તો પણ કોઈપણ સમાજના અગ્રણી અને શ્રેષ્ઠીઓની નૈતિક ફરજ તો છે જ કે તેઓ સમાજને સાચો રસ્તો ચિંધે. સવાલ એ છે કે સમગ્ર સમાજનો યુવાવર્ગ ગેરમાર્ગે જાય છે એવી ચિંતા વ્યક્ત કરતો પત્ર કેમ લખવો પડ્યો. પાટીદાર સમાજ જેવા ખમીરવંતી સમાજના કેટલાક સંતાન રૂપિયા કમાવવા માટે શોર્ટકટ અપનાવે અને છેતરપિંડી કરે તેવી સ્થિતિ કેમ આવી. પાટીદારોની અગાઉની પેઢી જેવી નૈતિક રીતે ઉંચા મૂલ્ય ધરાવતી પેઢી પાસેથી આજનો સમાજ કંઈ શીખશે કે નહીં. ગુનાહિત માનસિકતાને ડામવા સમાજ અને સંસ્થાઓ શું કરશે

 

શું પાટીદાર યુવાનો ગેરમાર્ગે ચઢ્યા છે?
'નકલી'કાંડથી પાટીદાર સમાજની શાખ ખરડાઈ? તેમજ ગુનામાં પાટીદાર યુવાનોની સંડોવણી ચિંતાજનક છે. પાટીદાર સંસ્થાઓને યુવાનો પ્રત્યે ચિંતા કેમ કરવી પડી? તેમજ યુવાનોને અવળા માર્ગે જતા કેવી રીતે અટકાવવા?, ગુનેગારીને ઓછી કરવા સમાજ-સંસ્થાઓ શું કરશે?

આજની ચર્ચા કેમ?
પાટીદાર અગ્રણી અને કોંગ્રેસ નેતા મનહર પટેલનો પત્ર ચર્ચામાં આવ્યો છે. પત્ર પાટીદાર સમાજની સંસ્થાઓ અને શ્રેષ્ઠીઓને સંબોધીને હતો. મનહર પટેલના પત્રનો સંસ્થાઓએ ખાસ પ્રત્યુત્તર નહતો આપ્યો તેમજ સમય જતા પત્ર સાર્વજનિક કરાયો. પત્રમાં પાટીદાર સમાજના યુવાનો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. યુવાનોને ખોટા રસ્તે જતા રોકવા સંસ્થા અને સમાજ ચિંતન કરે તેવી અપીલ

ચિંતાનું કારણ કેમ?
મનહર પટેલે જે પત્ર લખ્યો તેમાં અનેક ઠગબાજનો ઉલ્લેખ હતો. પકડાયેલા ઠગબાજમાંથી ઘણાખરા પાટીદાર હતા તેમજ મનહર પટેલે ચિંતા વ્યક્ત કરી કે ઠગ ટોળકીમાં 50% જેટલા પાટીદાર છે. ભૂતકાળમાં પણ પટેલ સમાજના યુવાનો અધમ ગુનાઓમાં પકડાયેલા છે. નકલી હીરા, નકલી ઘી, નકલી પાસપોર્ટ જેવા ગુનાઓમાં પાટીદાર યુવાનોના નામ. સમાજમાં ગુનાહિત માનસિકતા ઘર કરી રહી છે તેની સામે ચિંતા વર્તમાન પેઢી ગેરમાર્ગે જઈને બરબાદ થઈ રહી હોવાનો મત. સમાજના સારા કામ ઉપર પાણી ફરી રહ્યું છે

પત્રમાં શું માગ કરવામાં આવી?
પાટીદાર યુવાનોને ગેરમાર્ગે જતા અટકાવવામાં આવે તેમજ સમાજની સંસ્થાઓના સંચાલકો અને અગ્રણીઓ ચિંતન કરે. અધમ કૃત્યોમાં પાટીદારોની સંખ્યા કેમ વધી રહી છે તે અંગે ચર્ચા થાય છે. પાટીદાર સમાજની દરેક વ્યક્તિ શિસ્તને અનુસરે અને પાટીદાર સમાજને એક સૂત્રે બાંધવાનો સમય આવ્યો છે. `એક સમાજ એક બંધારણ' એવા વિચાર સાથે `પટેલ સંસદ'નું નિર્માણ થાય અને સમાજની ગતિ, પ્રગતિ, કાર્ય પદ્ધતિ, વિકાસની વ્યાખ્યા સ્પષ્ટ થાય. તંદુરસ્ત સમાજ માટે લાંબાગાળાની રણનીતિ ઘડવામાં આવે

પત્રમાં ક્યા નામનો ઉલ્લેખ?
કિરણ પટેલ
PMOના નકલી અધિકારી

વિરાજ પટેલ
CMOના નકલી અધિકારી

નિકુંજ પટેલ
CMOના નકલી અધિકારી

નેહા પટેલ
નકલી કલેક્ટર

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ