ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / World's First Dog Remote control

OMG! / આ છે વિશ્વનો પ્રથમ ડૉગ જે રિમોટથી કરાશે કંટ્રોલ, વાઇબ્રેશનથી સમજશે ઇશારા

Published By: vtvAdmin

Last Updated: 03:07 PM, 30 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

Dog remote

તાઈવાનઃ હવે કૂતરાંઓ (dogs) ને પણ રિમોટથી કંટ્રોલ (Remote control) કરી શકાશે. ઈઝરાયલની બેન ગુરિયન યુનિવર્સિટીએ એવી સિસ્ટમ તૈયાર કરી છે, જે વાઇબ્રેશન દ્વારા કૂતરાંને સંદેશ મોકલે છે. તાઇ દુનિયાનો પહેલો એવો કૂતરો છે, જેના પર પ્રયોગ કરવામાં આવ્યો છે. તાઇ અવાજની સરખામણીમાં ડિવાઇસથી મોકલાયેલા વાઇબ્રેશનની ભાષાને વધુ સરળતાથી સમજી શકે છે. તાઇની ઉંમર છ વર્ષ છે. તે લેબ્રાડોર અને જર્મન શેફર્ડની ક્રોસબીડ છે.

તે માણસોના ઇશારા સમજી શકે તે માટે તેને એક ખાસ પ્રકારનું જેકેટ પહેરાવાયું છે. તેમાં લાગેલા સેન્સરથી વાઇબ્રેશન ઊભું થાય છે, જે તેના માટે એક ભાષાની જેમ કામ કરે છે. તેનો માલિક જે કામ કરવાનું કહે તે કરી શકે છે. સંશોધકોનો દાવો છે કે કૂતરાંને કંટ્રોલ કરનારી સિસ્ટમ એ લોકો માટે બહેતર સાબિત થશે જે ચાલી ફરી શકતા નથી અથવા જાનવર તેની નજરની સામે નથી.

dog remote

મિલેટ્રી અને રેસ્ક્યુ મિશનમાં સામેલ થતાં કૂતરાંઓ માટે પણ આ સિસ્ટમ બહેતર સાબિત થશે. સંશોધકોએ જણાવ્યું કે કૂતરાંને પહેરાવવામાં આવનાર આ જેકેટમાં પાછળ અને કિનારા પર ચાર નાના વાઇબ્રેશન બટન લગાવ્યાં છે. દરેક બટનના અલગ માપદંડ છે તેમાં ઊછળવું, નીચે આવવું, પાસે આવવું અને પાછળ જવું તેના માટે રિમોટથી વાઇબ્રેશન બટન દ્વારા એલર્ટ મોકલવામાં આવે છે. આ માટે અલગ અલગ બટન મુજબ ટ્રેનિંગ પણ અપાઇ છે.

યુનિવર્સિટીમાં રોબોટિક્સ લાઇબ્રેરીના ડિરેક્ટર પ્રો. આમિર શેપિરોએ જણાવ્યું કે અત્યાર સુધીના રિસર્ચમાં સામે આવ્યું છે કે બોલવાના બદલે કૂતરાં વાઇબ્રેશનના સંવાદને બહેતર રીતે સમજી શકે છે. તાજેતરમાં આ કન્સેપ્ટને જાપાનમાં આયોજિત વર્લ્ડ હેપ્પિક કોન્ફરન્સમાં રજૂ કરાયો હતો. ખૂબ જ જલદી આ ટેક્નિકનોનો પ્રયોગ બીજી પ્રજાતિનાં કૂતરાં પર કરવામાં આવશે અને તેને ટ્રેનિંગ અપાશે.

 

સંકળાયેલા મુદ્દાઓ

OMG Remote control Tai dog dogs કુતરાં રિમોટ કંટ્રોલ OMG!

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ