બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:38 PM, 24 September 2025
થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં એક દોડતી ગાડીઓ સાથેનો માર્ગ અચાનક જમીનમાં સમાઈ ગયો અને રસ્તા પર 50 મીટર ઊંડો ભૂવો પડી ગયો.
ADVERTISEMENT
બેંગકોકના વજીરા હોસ્પિટલની આજુબાજુના વિસ્તારમાં બનેલા આ વિશાળ સિંકહોલને કારણે તે સ્થળ ખાલી કરાવવું પડ્યું અને લોકોની અવર જવર પર રોક લગાવવામાં આવી. આ અકસ્માત દરમિયાન કેટલીક ગાડીઓ પણ ભૂવામાં ધરાશાયી થઈ ગઈ અને રસ્તા પરના વીજળીના થાંભલા પણ પડી ગયા હતાં.
અચાનક રસ્તો બન્યો પાતાળ લોક
ADVERTISEMENT
એક અહેવાલ મુજબ, આ ઘટના બુધવારે વહેલી સવારે બની હતી, જ્યારે બેંગકોકની એક હોસ્પિટલ સામે 50 મીટર ઊંડો સિંકહોલ થઈ ગયો હતો. જેના કારણે કેટલીક કાર અને વીજળીના થાંભલા તેમાં ધસી ગયા હતાં. આ ઘટના જોતા શહેરના રહેવાસીઓ સ્તબ્ધ થઈ ગયા છે.
નજીકમાં બનેલા એક અંડરગ્રાઉન્ડ રેલવે સ્ટેશનના કામને આ અકસ્માતનું કારણ ગણાવવામાં આવે છે. ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જે આ ખતરનાક ઘટનાની સાક્ષી આપે છે.
ADVERTISEMENT
Sudden road collapse shocks Bangkok this morning pic.twitter.com/HOnvTaB4ZE
— non aesthetic things (@PicturesFoIder) September 24, 2025
સ્થાનિક અધિકારીઓએ થાઇલેન્ડની રાજધાનીના ઐતિહાસિક જૂના શહેરમાં સૈમસેન રોડ પર આવેલી વજીરા હોસ્પિટલની આસપાસની સડકો સવારે સાત વાગ્યે બંધ કરી દીધી, કારણ કે અહીં એક વિશાળ ભૂવો પડી ગયો હતો. વિસ્તારમાં પાણીની પાઇપલાઇન ફાટી ગઈ અને પાણી વહેવા લાગ્યું. સાથે જ વીજળીના તાર પડતા ચિનગારીઓ નીકળવા લાગી.
ADVERTISEMENT
રસ્તાની બાજુમાં આવેલી ઇમારતોને પણ જોખમ
સરકારી હોસ્પિટલની સામે આશરે 30X30 મીટર જેટલો પહોળો અને 50 મીટર ઊંડો ભૂવો પડી ગયો હોવાથી આજુબાજુના ફ્લેટમાં રહેતા લોકો અને હોસ્પિટલના દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા છે. જેથી કોઈ મોટી દુર્ઘટના ન બને. સિંકહોલની ઘટના સર્જાય ત્યારે રસ્તા પર ઘણી ગાડીઓ હાજર હતી, પરંતુ જમીન ખસતી જોઈને લોકોએ પોતાના વાહનો ઝડપથી પાછળ ખસેડવાના શરૂ કરી દીધા.
ADVERTISEMENT
આ પહેલા, થાઇલેન્ડના સરકારી સમાચાર બ્યુરો તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે સિંકહોલનેનું વિસ્તરણ થઈ રહ્યું છે. પરંતુ આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. અહેવાલ મુજબ, ઈમરજન્સી ટીમ અને ઇજનેરી ટીમ વિસ્તારમાં વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા અને વધુ નુકસાન અટકાવવા માટે કાર્યરત છે. સ્ટેશન બંધ કરી દેવાયું છે, કારણ કે સિંકહોલથી સમગ્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જોખમ ઉભું થયું છે અને મુસાફરો માટે ચિંતા વધી છે.
અકસ્માતનું કારણ
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર શેર થયેલી તસવીરોમાં દેખાય છે કે ભૂવો પડ્યો તે જગ્યાથી થોડાં જ મીટર દૂર કાર પાછળ સરકી રહી છે, કારણ કે ભૂવાને કારણે ફૂટપાથને પણ નુકશાન થયું છે અને જમીન નીચે એક ઊંડો ખાડો બની ગયો છે. આ સિંકહોલ ત્યારે બન્યો છે, જ્યારે બેંગકોકમાં ભારે વરસાદની શક્યતા છે, કારણ કે આવનાર દિવસોમાં એક સુપર ટાયફૂન દેશ પર ત્રાટકવાનું છે.
બેંગકોકના ગવર્નર ચાડચાર્ટ સિટ્ટીપન્ટે જણાવ્યું કે,
"આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ત્રણ વાહનોને નુકસાન થયું છે."
અધિકારીઓના મતે, આ દુર્ઘટના ભૂગર્ભ રેલવે સ્ટેશનના બાંધકામને કારણે બની છે. બીજી તરફ, હોસ્પિટલ તરફથી જણાવાયું છે કે બે દિવસ સુધી ઓપીડી સેવા બંધ રહેશે.
વધુ વાંચો : પાકિસ્તાન એર સ્ટ્રાઈક પર ભડક્યું ભારત, કહ્યું 'શું માસૂમ બાળકો આતંકી હતા?'
બેંગકોક શહેરના અધિકારીઓએ જણાવ્યું કે, હોસ્પિટલની ઇમારતને નુકસાન થયું છે, સાથે જ લોકોને પોલીસ સ્ટેશન અને આસપાસની અન્ય ઇમારતોથી બહાર નીકળવાનો આદેશ અપાયો છે. ગવર્નરે કહ્યું કે સંબંધિત અધિકારીઓ આ ભૂવાનું જલદીથી જલદી સમારકામ કરવા માટે કાર્યરત છે, કારણ કે ભારે વરસાદથી વધુ નુકસાન થવાની આશંકા છે. હાલમાં બેંગકોકમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.