બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:32 PM, 24 September 2025
પાકિસ્તાને તેના જ ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં ઐર સ્ટ્રાઈક કરી છે. આ એટેકમાં 30 લોકોના મોત થયા છે. જેમાં માસૂમ લોકોનો પણ સમાવેશ થાય છે. તેની પર ભારતે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. ભારતીય રાજદૂત ક્ષિતિજ ત્યાગીએ સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદમાં ભારત તરફથી નિવેદન આપ્યું હતું. તેમને પાકિસ્તાનને આતંકવાદની ફેક્ટરીની યાદ અપાવી હતી, જેને પાકિસ્તાને પૈસા અને આશ્રય આપવાની નીતિ અપનાવી છે, તેના પર જ પાકિસ્તાનનો પાયો ટકેલો છે.
ADVERTISEMENT
Very unfortunate situation in Pakistan. Aftermath of military air strike kills dozens including infants. https://t.co/UrYEcsu7ek
— Freedom (@naghmanpak) September 22, 2025
સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (UNHRC) માં ભારતીય રાજદૂત ક્ષિતિજ ત્યાગીએ ભારત વતી જણાવતા પાકિસ્તાનની પોલ ખોલતા કહ્યું હતું કે, ખૈબર પખ્તુનખ્વામાં પોતાના લોકો પર જ બોમ્બમારો તથા ઉત્પીડન કરીને અને ભારતીય પ્રદેશો પર ગેરકાયદેસર રીતે કબજો કરવાનો પ્રયાસ કરીને પાકિસ્તાનના માનવાધિકાર ઉલ્લંઘન કરી રહ્યું છે. ક્ષિતિજ ત્યાગીએ જણાવ્યું હતું કે, પોતાના નાગરિકો પર બોમ્બમારો કરવા અને ભારત વિરુદ્ધ પાયાવિહોણા અને ભડકાઉ નિવેદનો આપવાને બદલે તેમના દેશની ઘટી રહેલી અર્થવ્યવસ્થા પર ફોકસ કરવું જોઈએ.
ADVERTISEMENT
#BREAKING: Indian Diplomat Kshitij Tyagi at UN Human Rights Council exposes Pakistan for bombing their own people in KPK yesterday apart from persecution, human rights violations and illegally occupying Indian territory.
— Aditya Raj Kaul (@AdityaRajKaul) September 23, 2025
“A delegation that epitomises the antithesis of this… pic.twitter.com/E1CgY1PBsV
ભારતે આ મામલે UNHRCમાં જણાવ્યું હતું કે, ભારતીય પ્રદેશ પર કબજો કરવાની લાલચ કરવાને બદલે પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજે કરાયેલા ભારતીય પ્રદેશો ખાલી કરવા જોઈએ. પાકિસ્તાને તેના અર્થતંત્રને બચાવવા પર ફોકસ કરવું જોઈએ. કેમ કે મોંઘવારીએ પાકિસ્તાનને વેન્ટિલેટર પર લાવી દીધું છે. પાકિસ્તાને તેની સરકારને લશ્કરી પ્રભુત્વથી બચાવવી જોઈએ. માનવાધિકાર ઉલ્લંઘનના રેકોર્ડ પર ધ્યાન દોરવું જોઈએ ન કે આતંકવાદ અને યુએન દ્વારા પ્રતિબંધિત આતંકવાદીઓને આશ્રય આપવા માટે નીતિઓ અમે નિયમ બનાવવા જોઈએ.
ADVERTISEMENT
Civilian Unrest in Pakistan’s KPK after 30 innocent civilians killed in Pakistani Airstrikes in Tirah Valley. Pakistan is the only country which kills its own Muslim citizens by air strike.,,
— Abdul Kitabi عبد (@KitabiAbdul) September 22, 2025
In Matre Dara village of Khyber Pakhtunkhwa province, where 30 civilians including… pic.twitter.com/AZ3cJPCv4b
પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈકમાં 30 લોકોના જીવ જતા ભારતીય રાજદ્વારીએ સંયુક્ત રાષ્ટ્રમાં તે નિર્દોષ લોકો ફોટોગ્રાફ બતાવ્યા હતા જેઓના મૃત્યુ થયા હતા. જેમાં કહેવાયુ હતું કે, પાકિસ્તાન કેવી રીતે પોતાના જ લોકો પર અત્યાચાર કરી રહ્યું છે તેમને આતંકવાદી સમજીને બોમ્બથી માફી રહ્યું છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને 22 સપ્ટેમ્બરની રાત્રે ખૈબર પખ્તુનખ્વાના તિરાહ ઘાટીના એક ગામમાં બોમ્બ વરસાવ્યા હતા. આ એટેકમાં બાળકો અને મહિલાઓ સહિત 30 લોકોના મોત થયા હતા. ખૈબર પખ્તુનખ્વાના લોકો અને સાંસદોએ આ એટેકને 'જેટ બોમ્બિંગ' ગણાવ્યો. પરંતુ ભારતે સવાલ ઉઠાવ્યા છે કે, શું નિર્દોષ બાળકો અને મહિલાઓ પણ આતંકવાદી હતા?. પાકિસ્તાની સોશિયલ મીડિયામાં પણ આ કાર્યવાહીની નિંદા થઈ રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.