બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ના હોય માત્ર પૃથ્વી નહીં, પહેલા મંગળ ઉપર પણ જીવન હતું! નાસા રોવરની શોધથી ચોંક્યા વૈજ્ઞાનિકો
Last Updated: 08:19 AM, 11 September 2025
લાલ ગ્રહ મંગળ પર જીવન શોધવાનું સપનું વૈજ્ઞાનિકો લાંબા સમયથી જોતા આવ્યા છે. હાલ, અમેરિકાની અવકાશ સંસ્થા નાસાના "પર્સિવરેન્સ" રોવરે એક એવી શોધ કરી છે, જે આ સપનાને સાકાર કરવા તરફ એક મોટો પ્રયાસ સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
રોવરે એકત્ર કરેલા પથ્થરના નમૂનામાં પ્રાચીન સુક્ષ્મજીવોના સંભવિત અવશેષો અને જૈવિક સંકેતો મળ્યા છે, જે મંગળ પર અબજો વર્ષ પહેલાં જીવન હતું તેનો સંકેત આપે છે. જો આ શોધ સાચી સાબિત થાય, તો સ્પષ્ટ થશે કે પૃથ્વી એકલી નથી જ્યાં જીવન છે.
તેમ છતાં વૈજ્ઞાનિકો ચેતવણી આપે છે કે આ હજી નિશ્ચિત નથી અને કોઈ પણ અંતિમ નિર્ણય પર પહોંચતા પહેલાં રોવર દ્વારા એકત્રિત નમૂનાઓનું પૃથ્વીની પ્રયોગશાળાઓમાં ઊંડું વિશ્લેષણ કરવું જરૂરી છે.
ADVERTISEMENT
નાસાના વૈજ્ઞાનિકોની મોટી જાહેરાત
નાસાના વૈજ્ઞાનિકોએ બુધવારે આ શોધની જાહેરાત કરી, જે પ્રતિષ્ઠિત નેચર સામાયિકમાં પ્રકાશિત સંશોધન પર આધારિત છે. આ શોધને મંગળ પર જીવન શોધવાના પ્રયાસોમાં અત્યાર સુધીનો સૌથી મજબૂત પુરાવો માનવામાં આવી રહ્યો છે. નાસાની સાયન્સ મિશન ડિરેક્ટરેટની સહાયક પ્રશાસક નિકી ફોક્સે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું,
ADVERTISEMENT
“આ અદભુત પર્સિવરેન્સ રોવરની શોધ છે, જે મંગળ પર પ્રાચીન જીવન શોધવા સૌથી નજીક પહોંચી છે. ”
વર્ષ 2021થી મંગળ પર ફરતો આ રોવર સીધો પુરાવાઓ શોધી શકતો નથી. તેના બદલે તે પથ્થરો અને નળીઓમાં ડ્રિલથી છિદ્ર કરીને ત્યાંથી નમૂનાઓ ભેગા કરે છે, જે એક સમયે જીવન માટે યોગ્ય માનવામાં આવતા સ્થળોથી એકત્રિત કરવામાં આવે છે. આ નમૂનાઓને પૃથ્વી પર લાવવાની યોજના છે. જો કે નાસાએ ખર્ચ ઘટાડવા માટે આ મિશનને હાલ અટકાવી દીધું છે.
ADVERTISEMENT
After a year of scientific scrutiny, a rock sample collected by the Perseverance rover has been confirmed to contain a potential biosignature. The sample is the best candidate so far to provide evidence of ancient microbial life on Mars. https://t.co/0BAO1dhMG8 pic.twitter.com/JsOXgrNDmY
— NASA Mars (@NASAMars) September 10, 2025
રોમાંચક શોધ
ADVERTISEMENT
SETI સંસ્થાનાં વૈજ્ઞાનિક જેનિસ બિશપ અને મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટીનાં મારિયો પેરેન્ટેએ આને “રોમાંચક શોધ” કહી છે, પરંતુ સાથે જણાવ્યું કે આ માટે અજૈવિક પ્રક્રિયાઓ પણ જવાબદાર હોઈ શકે છે. સ્ટોની બ્રુક યુનિવર્સિટીના મુખ્ય સંશોધક જોએલ હ્યુરોવિટ્ઝે કહ્યું,
“એટલા માટે જ આપણે કહી શકતા નથી કે આ જીવનનો પોઝિટિવ પુરાવો છે. ”
ADVERTISEMENT
‘ચેયાવા ફૉલ્સ’ અને તેના રહસ્યમય ખુલાસા
આ શોધ ત્યારે થઈ, જ્યારે પર્સિવરન્સ રોવર મંગળના જેઝેરો ક્રેટરમાં એક પ્રાચીન સુકાઈ ગયેલી નદીની ખીણનું અન્વેષણ કરી રહ્યો હતો. આ ક્રેટર મંગળના ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે, જે ક્યારેક વિશાળ સરોવર હતું. અહીં રોવરને લાલ રંગની ચટ્ટાન મળી, જેને ‘ચેયાવા ફૉલ્સ’ નામ અપાયું.
આ ચટ્ટાન પર ‘ચિત્તાના ડાઘો’ અને નાના ‘પોપી સીડ્સ’ જેવા નિશાન દેખાયા, જે માત્ર મિલીમીટર કદના હતા. રોવરના સાધનો SHERLOC અને PIXL દ્વારા કરાયેલા વિશ્લેષણમાં જાણવા મળ્યું કે ચટ્ટાનમાં કાર્બનિક કાર્બન, આયર્ન ફૉસ્ફેટ અને આયર્ન સલ્ફાઈડથી ભરપૂર ખનિજ છે.
Remember the “leopard spots” rock Perseverance sampled last year?
— NASA JPL (@NASAJPL) September 10, 2025
After a year of scientific scrutiny, the rock remains the mission's best candidate for containing signs of ancient microbial life processes. More on this peer-reviewed finding: https://t.co/p1a0N3o4ZL pic.twitter.com/gV0xatG9dr
પૃથ્વી પર આવા રસાયણિક સંયોજનો સામાન્ય રીતે ત્યારે બને છે, જ્યારે સૂક્ષ્મજીવો જૈવિક પદાર્થોને તોડે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ ડાઘ પ્રાચીન માઈક્રોબિયલ પ્રવૃત્તિઓના ઉપઉત્પાદન હોઈ શકે છે, જે મંગળ પર અબજો વર્ષ પહેલાં ગરમ અને ભીના વાતાવરણમાં વિકસ્યાં હશે. પૃથ્વી પર આવી રચનાઓ મોટાભાગે સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિઓથી જ બને છે. એટલા માટે આ ચટ્ટાનને મંગળ પર જીવનની સંભાવનાની સૌથી આકર્ષક શોધ ગણવામાં આવે છે.
મંગળની સપાટી પર જીવનની શોધ
પર્સિવરન્સ રોવર ફેબ્રુઆરી 2021માં જેઝેરો ક્રેટરમાં ઉતર્યો હતો. તેનું મુખ્ય લક્ષ્ય પ્રાચીન જીવનનાં સંકેતો શોધવાનું અને નમૂનાઓ એકત્ર કરવાનું છે. અત્યાર સુધી રોવરે 30થી વધુ નમૂનાઓ એકત્ર કર્યા છે, જેને ટાઇટેનિયમ ટ્યુબમાં સીલ કરવામાં આવ્યા છે. આ નમૂનાઓને પૃથ્વી પર પરત લાવવાની તૈયારી છે.
નાસાનું “સેમ્પલ રિટર્ન મિશન” હાલ અનિશ્ચિત છે, કારણ કે વ્હાઇટ હાઉસના બજેટ કાપને કારણે નાસા હવે સસ્તા અને ઝડપી વિકલ્પો શોધી રહ્યું છે. રોવરે જેઝેરો ક્રેટરમાં “બ્રાઈટ એન્જલ” નામની રચનાનો પણ અભ્યાસ કર્યો, જે એક પ્રાચીન નદીની ખીણ છે. અહીં પાણીના પુરાવા મળ્યા, જે જીવન માટે યોગ્ય વાતાવરણ દર્શાવે છે. સાથે જ રોવરે હવામાન સંબંધિત માહિતી પણ ભેગી કરી, જે ભવિષ્યના માનવીય મિશન માટે ઉપયોગી બનશે.
શું મંગળ પર ક્યારેય જીવન હતું?
આ શોધ મંગળના ઇતિહાસને ફરીથી લખી શકે છે. પહેલાં માનવામાં આવતું હતું કે જીવનના સંકેતો ફક્ત જૂની ચટ્ટાનો સુધી મર્યાદિત છે, પણ આ નવી શોધ સૂચવે છે કે મંગળ લાંબા સમય સુધી વસવાટ કરવા યોગ્ય રહ્યો હશે. જેઝેરો ક્રેટરમાં મળેલા પુરાવા અગાઉના રોવરોની સરખામણીમાં વધુ વિશ્વસનીય છે, કારણ કે તેમાં જીવન સાથે જોડાયેલી રસાયણિક પ્રક્રિયાઓના સંકેત મળે છે. વૈજ્ઞાનિકો આ આંકડાઓનું મૂલ્યાંકન COLD સ્કેલ અને સ્ટાન્ડર્ડ્સ ઑફ એવિડન્સ જેવી પદ્ધતિઓ વડે કરી રહ્યા છે.
વધુ વાંચો : મેક્સિકો ખાતે ગેસ ટેન્કરમાં ભયંકર બ્લાસ્ટ, 2થી વધુના મોત, 65થી વધારે ઘાયલ
શું આપણે બ્રહ્માંડમાં એકલા છીએ?
આ સવાલ હવે વધારે નજીક આવી ગયો છે. પણ નાસા હજુ સ્પષ્ટ કરે છે, આ “સંભવિત બાયોસિગ્નેચર” છે, જીવનનો સીધો પુરાવો નથી. અગાઉની શોધો, જેમ કે 1984માં એન્ટાર્કટિકામાં મળેલું મંગળનું ઉલ્કાપિંડ, વિવાદાસ્પદ રહ્યું હતું. પર્સિવરન્સ રોવરની આ શોધ વધુ મજબૂત છે, કારણ કે તે આધુનિક સાધનોના વિશ્લેષણ પર આધારિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.