બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:07 AM, 11 September 2025
Mexico Gas Tanker Blast : મેકિસકો સિટીમાંથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ અહીં શહેરના મુખ્ય હાઇવે પર ગેસ ટેન્કરમાં અચાનક વિસ્ફોટ થતા ભારે તબાહી મચી હતી. આ દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે 70થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને દહેશતનો માહોલ સર્જાયો છે. અહીંના મેયર ક્લેરા બ્રુગાડાએ ઘટનાને ગંભીરતા સાથે લેવાતી ગણાવીને કહ્યું કે, આ એક ગંભીર કટોકટી છે, જેની તાત્કાલિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
❗️🇲🇽 - A fuel tanker truck exploded on a major highway in Mexico City’s Iztapalapa borough on September 10, 2025, injuring at least 70 people, with 19 in critical condition due to severe burns.
— 🔥🗞The Informant (@theinformant_x) September 11, 2025
The explosion, which occurred under a highway overpass, sent flames and thick smoke… pic.twitter.com/I1bgDnTeFP
18 વાહનો બળી ને રાખ
ADVERTISEMENT
પ્રાપ્ત વિગતો અનુસાર વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, આસપાસ ઊભેલા 18થી વધુ વાહનોમાં આગ લાગી ગઈ અને તે બળી ને રાખ થઈ ગયા. આગની જ્વાળાઓ અને ધુમાડાથી આખો વિસ્તાર ધુમાડમય બની ગયો હતો. ઘટનાના તુરંત બાદ અગ્નિશામક દળો અને રાહત ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો.

ADVERTISEMENT
આ પણ વાંચો : ટ્રમ્પને મોટો ઝટકો! નજીકના સહયોગી ચાર્લી કિર્કનું મોત, જાહેરમાં કરી દેવામાં આવી હત્યા
19 લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
ADVERTISEMENT
આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા 19 લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તબીબોના જણાવ્યા અનુસાર કેટલાકની સ્થિતિ અત્યંત નાજુક છે. શરૂઆતના અનુમાન મુજબ હાઇવે પર ચાલતી ટ્રાફિક દરમિયાન એક ટ્રક પલટી ગઈ હતી. તે ટ્રકમાં રહેલા ગેસ ટેન્કરમાં મોટો વિસ્ફોટ થયો. સત્તાવાર તપાસ ચાલી રહી છે અને અધિકારીઓને આ કેસની વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.